+

BRTS employees Strike : સુરતમાં BRTS કર્મચારીઓની હડતાળ, 25 હજાર જેટલા મુસાફરો અટવાયાં!

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મુડમાં જોવા મળી રહ્યા છે. આજ રોજ સુરત મહાનગરપાલિકા (Surat Municipality) સંચલિત BRTS ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.…

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મુડમાં જોવા મળી રહ્યા છે. આજ રોજ સુરત મહાનગરપાલિકા (Surat Municipality) સંચલિત BRTS ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પાગર સહિતની પડતર માગણીઓ સાથે કર્મચારીઓએ પાલનપોર બસ ટર્મિલન ખાતે વિરોધ નોંધાવ્યો હતો. સાથે નક્કી કર્યાથી ઓછો પગાર આપતા હોવાનો અને લાઇસન્સ વગર ડ્રાઇવરો દ્વારા બસ કાઢવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યા હતા.

BRTS ના કર્મચારીઓની હડતાળ

લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી માહોલ વચ્ચે સુરત મહાનગરપાલિકા સંચલિત BRTS ના કર્મચારીઓ હડતાળ (BRTS employees Strike) પર ઉતર્યા છે. પાલનપુર બસ ટર્મિનલ (Palanpor bus terminus) ખાતે કર્મચારીઓ પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે, રૂ. 22,500 પગાર નક્કી કર્યા બાદ રૂ.15,600 પગાર તરીકે આપવામાં આવે છે. સાથે જ કર્મચારીઓએ આક્ષેપ કર્યો કે લાઈસન્સ વગરના ડ્રાઇવરો દ્વારા બસ કાઢવામાં આવી રહી છે.

નક્કી કર્યાથી ઓછો પગાર આપતા હોવાનો આક્ષેપ

25 હજાર જેટલા મુસાફરો અટવાયાં

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના અલથાણ ડેપો પરની અંદાજે 75 સિટી બસના ડ્રાઇવરો પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાળના કારણે 25 હજાર જેટલા મુસાફરો અટવાયાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારણે સિટી લિંકે ડ્રાઇવરો સપ્લાય કરતી ટ્રાન્સ એજન્સીને રૂ. 20 લાખ સુધીનો દંડ ફટકાર્યો હતો. આ ડેપોની જહાંગીરપુરા (Jahangirpura), પાંડેસરા, વેસુ (Vesu) વિસ્તાર સહિતના 3 રૂટની સિટી બસો બંધ રહી હતી. હડતાળ પર ઉતરેલા ડ્રાઇવરોએ (BRTS employees Strike) એવી પણ ફરિયાદ કરી હતી કે એજન્સી દ્વારા ઓવરટાઇમનો પગાર પણ ચૂકવવામાં આવતો નથી.

 

આ પણ વાંચો – PDEU : ઉદ્યોગપતિ Mukesh Ambani સુધી પહોંચનારા મહાઠગની ફરી ધરપકડ

આ પણ વાંચો – Surat : ઓલપાડમાં ગઈકાલે બે કિશોરો ગુમ થયા, આજે ભાદોલ ગામે નહેરમાંથી એકનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો – Surat : ‘વાસ્તુદોષ દૂર કરાવા વિધિ કરવી પડશે, નહીંતર પતિ મરી જશે’ કહી ભૂવાએ પરિણીતા સાથે 4 વખત દુષ્કર્મ આચર્યું

Whatsapp share
facebook twitter