+

અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા કુમાર કાનાણી નારાજ!

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) શરૂ થઇ ગઇ છે, ત્યારે ગુજરાતના રાજકારણ (Politics of Gujarat) માં અત્યારે ભારે ધમાસાણ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) શરૂ થઈ…

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) શરૂ થઇ ગઇ છે, ત્યારે ગુજરાતના રાજકારણ (Politics of Gujarat) માં અત્યારે ભારે ધમાસાણ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં આવતા મહિનાની 7 તારીખ એટલે કે 7 મે 2024 ના રોજ ત્રીજા તબક્કા (Third Phase) માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસ અને આપ (Congress and AAP) ના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનું શરૂ થઇ ગયું છે. થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) અને ધાર્મિક માલવિયા (Dharmik Malaviya) એ રાજીનામું આપ્યું હતું. હવે તેઓ ભાજપ (BJP) માં જોડાઇ ગયા છે ત્યારે પાર્ટીમાં નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે. જાણો શું ખરેખર ભાજપમાં નારાજગી કે પછી માત્ર આ એક અફવા છે, આવો જાણીએ આ આર્ટિકલમાં…

ભાજપ પ્રવેશના કાર્યક્રમથી ધારાસભ્ય કાનાણી અળગાં રહેતા ગણગણાટ

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માંથી રાજીનામા બાદ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) અને ધાર્મિક માલવિયા (Dharmik Malaviya) એ કેસરિયા કરી દીધા છે. ત્યારે હવે તેમના ભાજપ (BJP) માં જોડાયા બાદ પાર્ટીમાં નારાજગી હોવાનું ચર્ચામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, ભાજપમાં પ્રવેશના કાર્યક્રમમાં મારા સિદ્ધાંત વિરુદ્ધ થયું હતું તે જ કારણ છે કે હું તે કાર્યક્રમથી દૂર રહ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. આ કાર્યક્રમથી ન માત્ર કુમાર કાનાણી (Kumar Kanani) પણ સ્થાનિક ધારાસભ્ય (MLA) પણ દૂર રહ્યા હતા. જોકે, આ મુદ્દે કુમાર કાનાણી (Kumar Kanani) એ વધુમાં જણાવ્યું હતું કે, મારે કોઇ નારાજગી નથી. ભાજપ (BJP) દ્વારા કરવામાં આવેલો નિર્ણય એક કાર્યકર્તા તરીકે અમને સીરો માન્ય છે. તેમણે આગળ તે પણ કહ્યું કે, પાર્ટીનું નેતૃત્વ ખૂબ જ સમજી વિચારીને કામ કરતું હોય છે. ભાજપનો કેવી રીતે વ્યાપ વધે, લાખ કે ફાયદો થઇ શકે તે બધુ વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે.

PM મોદી વિશે શું કહ્યું ?

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અલ્પેશ કાથીરિયા (Alpesh Kathiria) એ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની વિચારધારા અને રાષ્ટ્ર નિર્માણની નિતિના કારણે વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાનની આ વિચારધારાથી પ્રેરિત થઈ આજે ભાજપ (BJP) માં જોડાવાની તક મળી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમાજના જે કોઈ પણ પડતર પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને પાટીદાર અનામત આંદોલન (Patidar Reservation Movement) દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાની પણ પાર્ટીએ ખાતરી આપી છે. જે કેસો પરત ખેંચાય તે દિશામાં પાર્ટીમાં રહીને પ્રયત્નો કરવામાં આવશે.

કેસો પરત ખેંચવાની પાર્ટીએ ખાતરી આપી – અલ્પેશ કથીરિયા

વધુમાં અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) તેમજ ધાર્મિક માલવીયા જણાવ્યું હતું કે,એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા નરેન્દ્ર મોદીના નેજા હેઠળ દેશ આગળ વધી રહ્યો છે. આજે રાષ્ટ્ર હિતના અમે સારથી બનવા જઈ રહ્યા છે. ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરિત થઈ ભાજપમાં એક નવી શરૂવાત સાથે સારથી બની રહ્યા છે. વિકસિત ભારતનું નિર્માણ અને ભાજપનું વિજય નિશ્ચિત સાથે જય જય ગરવી ગુજરાત સાથે આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો – અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાયા બાદ PM નરેન્દ્ર મોદી વિશે કહી આ વાત..

આ પણ વાંચો – અલ્પેશ કથીરિયા અંગે સૌથી મોટા સમાચાર, AAP માંથી રાજીનામું આપ્યા બાદ અહીં જોડાવાની કરી જાહેરાત

Whatsapp share
facebook twitter