+

Vapi :….. તો શું આ વખતે પણ જીત પાક્કી…?

Vapi : આમ તો રાજકારણમાં નેતાઓની ઘણી અંધશ્રદ્ધા કે શ્રદ્ધા જોવા મળે છે અને ઉમેદવારો કેટલીક માન્યતા અને ટોટકાનો ઉપયોગ પણ કરે છે. વલસાડના વાપી (Vapi ) માં કોઇ પણ…

Vapi : આમ તો રાજકારણમાં નેતાઓની ઘણી અંધશ્રદ્ધા કે શ્રદ્ધા જોવા મળે છે અને ઉમેદવારો કેટલીક માન્યતા અને ટોટકાનો ઉપયોગ પણ કરે છે. વલસાડના વાપી (Vapi ) માં કોઇ પણ ચૂંટણી હોય, ભાજપ દ્વારા એક ચોક્કસ જગ્યાએ જ પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરુ કરવામાં આવે છે. ભાજપ દ્વારા આ સ્થળને શુકનવંતુ ગણવામાં આવે છે. આવો આપને બતાવીએ ભાજપનું આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પાર્ટી અને ઉમેદવારો માટે કેમ શુકનવંતુ માનવામાં આવે છે ? જોઈએ આ અહેવાલ.

ભાજપ દર ચૂંટણી વખતે એક ચોક્કસ જગ્યાએ જ પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરે છે

વલસાડ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ ઘર ઘર સુધી પહોંચી પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. પ્રચાર માટે રાજકીય પક્ષોએ પોતાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો પણ શરૂ કર્યા છે. જોકે ઔધોગિક નગરી વાપીમાં ભાજપ દર ચૂંટણી વખતે એક ચોક્કસ જગ્યાએ જ પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરે છે. આ વર્ષે પણ લોકસભાની ચૂંટણી માટે ભાજપે પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે વાપીમાં શુકનિયાળ નિવડતું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે.

ભાજપનો ગ્રાફ રોકેટગતિએ વધ્યો

આપને જણાવીએ કે વલસાડ જિલ્લામાં વાપીમાં કે રાજ્ય કે દેશમાં ચુંટણી ભલે કોઈ પણ હોય..પરંતુ ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય એક ચોક્કસ જગ્યા એ જ બનાવે છે. જ્યારથી આ જગ્યા પર ચૂંટણી કાર્યાલય શરું કરાયું ત્યારથી ભાજપે પાછળ વળીને જોયું નથી. અને ભાજપ પક્ષ અને તેના ઉમેદવારોના જીતના ગ્રાફ સતત રોકેટ ગતિએ ઊંચો જતો ગયો છે..

ભાજપ માટે આ સ્થળ શુકનવંતુ

વાપીના મધ્યમાં આવેલા જાણીતા પેલીલોન ની બાજુમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે જ્યાં ધવલ પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે . આ જગ્યા અત્યાર સુધી ભાજપ અને તેના ઉમેદવારો માટે શુકનવંતી સાબિત થતી આવે છે.. એટલે જ પાર્ટી દ્વારા દર ચૂંટણી વખતે આ જગ્યા પર જ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવે છે.

2006થી તમામ ચૂંટણીમાં જીત

વાપીમાં 2006 પહેલા ભાજપ ચૂંટણી વખતે અન્ય જગ્યાએ ચૂંટણી કાર્યાલય શરૂ કરતું હતું. પરંતુ એ સમયગાળા દરમિયાન ભાજપ સત્તાથી દૂર રહેતું હતું. પરંતુ ત્યારબાદ 2006 થી ભાજપ દ્વારા વાપીમાં આ જગ્યાએ જ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો. અને ત્યારબાદ ભાજપે જ્યારથી આ જગ્યા પર ચૂંટણી કાર્યાલય બનાવવાની શરૂઆત કરી છે. ત્યારથી ભાજપે પાછું વળીને જોયું નથી. દર વખતે ચૂંટણીઓ દરમિયાન ભાજપની જીતનો ગ્રાફ રોકેટ ગતિએ વધતો જાય છે. આ જગ્યાએ કાર્યાલયના આરંભ બાદ આજ સુધી એક પણ ચુંટણીમાં ભાજપને હારવા નથી દીધું , આથી ચૂંટણી ભલે નગરપાલિકાની હોય, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિધાનસભા કે લોકસભાની ચૂંટણી કેમ ન હોય.. ચૂંટણી કે ઉમેદવાર ભલે ગમે તે હોય પરંતુ ભાજપ પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અહીંથી જ શરૂ કરે છે. અત્યાર સુધી ભાજપે આ જગ્યા પર થી ચાર નગરપાલિકાની ચૂંટણીઓ, 4 વિધાનસભાની ચૂંટણીઓ અને હવે ત્રીજી લોકસભાની ચૂંટણી વખતે અહીં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બનાવ્યું છે. તમામ વખતે ભાજપના ઉમેદવારોની જીત થાય છે અને પાર્ટી સત્તાના સ્થાને બેસે છે. આવી માન્યતા ભાજપના તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ માને છે.

શું આ વખતે પણ ભાજપને જીત મળશે ?

રાજકારણમાં ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી જીતવા માટે મતદારોને રિઝવવા અવનવા પ્રયાસો કરે છે. પૂરજોશમાં પ્રચાર ઝુંબેશ પણ ચલાવે છે. ત્યારે કેટલીક વખત માન્યતાઓ અને તથ્યો સાથે કેટલાક ટોટકા ઉપર પણ રાજકીય પક્ષો અને ઉમેદવારો વિશ્વાસ કરે છે. એવી જ રીતે વાપીમાં ભાજપનું આ ચૂંટણી કાર્યાલય પણ પાર્ટી અને પાર્ટીના ઉમેદવારો માટે શુકનવંતું સાબિત થતું આવે છે. અને ભાજપનું કમળ અને સોળે કળાએ ખીલતું રહ્યું છે.આ લોકસભા ની ચૂંટણીમાં પણ ભાજપે ઉમેદવાર ધવલ પટેલ ના પ્રચાર માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ પોતાની શુકનવંતી જગ્યાએથી જ શરૂ કર્યો છે. ત્યારે શું આ વખતે પણ ભાજપનું શુકનવંતું કાર્યાલય ધવલ પટેલ ને ભવ્ય જીતાવીને ફરી એક વખત શુકનિયાળ નીવડે છે કે કેમ??? તે જોવું રસપ્રદ રહેશે..

આ પણ વાંચો—- PM Modi Write letter: તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશે

આ પણ વાંચો— PM MODI : ગુજરાતમાં આવતીકાલથી ઝંઝાવાતી પ્રચાર શરુ

આ પણ વાંચો— Arjun Modhwadia: અર્જુન મોઢવાડિયાએ PM નરેન્દ્ર મોદી સાથેની યાદો કરી તાજા, જાણો શું કહ્યું?

Whatsapp share
facebook twitter