+

અમદાવાદમાં ચંદન ચોર વિરપ્પન ગેંગ સાથે મળીને પ્રાણીઓના અંગોની તસ્કરી કરતો આરોપી ઝડપાયો

આંતરરાષ્ટ્રીય સ્તરે વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી કરી વેચાણ કરનાર ઇસમને ક્રાઈમ બ્રાન્ચે થોડાક દિવસ પહેલા જ ઝડપી પાડ્યો હતો. જે આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોડકદેવથી ધરપકડ કરી તેને તમિલનાડુના ફોરેસ્ટ…
આંતરરાષ્ટ્રીય સ્તરે વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી કરી વેચાણ કરનાર ઇસમને ક્રાઈમ બ્રાન્ચે થોડાક દિવસ પહેલા જ ઝડપી પાડ્યો હતો. જે આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોડકદેવથી ધરપકડ કરી તેને તમિલનાડુના ફોરેસ્ટ વિભાગને હવાલે કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બોડકદેવના શખ્સ પાસેથી અમૂલ્ય હાથીદાંત પણ કબજે કર્યા હતાં.
તમિલનાડુ ફોરેસ્ટ પોલીસને સોંપવામાં આવ્યો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી અંગે પ્રકાશ ચુનીલાલ કાકલિયા નામના 56 વર્ષીય બોડકદેવના વ્યક્તિની ધરપકડ કરી હતી… જેમાં તમિલનાડુ ફોરેસ્ટ વિભાગ ત્રીચી રેંજના ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ 2, 39 (બી), 44, 49 (બી), 50, 51 વગેરે મુજબના મુખ્ય વોન્ટેડ આરોપીને તમિલનાડુ ફોરેસ્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે.
વિરપ્પનની ગેંગની કરી  ઘરપકડ 
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન પ્રકાશ જૈન 1992 થી 2006 સુધી તમિલનાડુ રાજ્યના શૈલમ વિસ્તારમાં રહેતો હતો, જે ચંદન ચોર વીરપન્નના ગામ ખાતે અવારનવાર આવતો જતો રહેતો હતો અને વિરપ્પનની પત્નીના નામથી પણ વાકેફ હતો અને વિરપ્પનની ગેંગના માણસો પાસેથી વધારે માત્રામાં હાથીદાંત જોઈતા હોય તો મંગાવી આપશે તેવું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.
 વન્ય પ્રાણીઓના અંગો તસ્કરી  કરતાં  હતા 
તિરું ચિરીપલ્લી રેન્જ ત્રિચીમા 5 એપ્રિલ 2023 ના રોજ આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણીઓના અમૂલ્ય અંગો અવશેષો ગેરકાયદેસર રીતે વેચવાનો ગુનો દાખલ થયો હતો. જેમાં એક વાઘનું ચામડું, બે હાથીદાંત, હરણના બે શીંગડા, શિયાળની એક પૂંછ વગેરે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દોઢ મહિના પહેલા 35 લાખની કિંમતના હાથીદાંત સાથે પકડી પાડી ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના PI એ. ડી. પરમારે જણાવ્યું હતું કે પશુ અંગોની તસ્કરી મામલે તામિલનાડુમાં પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી.. પરંતું જે ગેંગનો મુખ્ય આરોપી પ્રકાશ જૈન હોવાનું સામે આવ્યું હતું અને તે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો.. મુખ્ય આરોપી ભારત બહાર અલગ અલગ દેશોમાં પણ આ આરોપીઓ દ્વારા અમૂલ્ય પશુ અંગોનો સોદો કરવામાં આવતો હોવાની હકીકતો સામે આવી છે. આ ગેંગના મુખ્ય આરોપીને ઝડપીને તમિલનાડુ પોલીસને સોંપ્તા ત્યાંની પોલીસે સમગ્ર બાબતે મુખ્ય આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.
અહેવાલ -પ્રદિપ કચિયા, અમદાવાદ 
Whatsapp share
facebook twitter