+

Lok Sabha elections : PM મોદી અને પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન, આ દિગ્ગજો પણ કરશે વોટિંગ, જાણો વિગત

ગુજરાત સહિત 12 રાજ્યમાં 93 બેઠકો માટે આજે લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) ત્રીજા તબક્કાના મતદાન થવાના છે. ગુજરાતની 25 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે, ગુજરાત ફર્સ્ટ…

ગુજરાત સહિત 12 રાજ્યમાં 93 બેઠકો માટે આજે લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) ત્રીજા તબક્કાના મતદાન થવાના છે. ગુજરાતની 25 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) તેના દર્શકો માટે વિશ્વની સૌથી મોટી ચૂંટણીનું LIVE કવરેજ લઈને આવ્યું છે. રાજ્યભરમાં સંપૂર્ણ દિવસ દરમિયાન ગુજરાત ફર્સ્ટના 252 સંવાદદાતાની ફોજ ખડેપગે રહેશે અને ગુજરાત ફર્સ્ટ નેટવર્કના 300+ કર્મચારી સ્ટેન્ડ ટૂ રહીને દર્શકો સુધી ચૂંટણીની પળેપળની મહિતી પહોંચાશે. 20 એન્કર્સ સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર ચૂંટણીનું સૌથી મોટું Live કવરેજ દર્શકો નિહાળી શકશે.

આજે ગુજરાતમાં 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાન-એ-જંગમાં (Lok Sabha elections) છે, જે પૈકી 19 મહિલા ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં છે. જ્યારે, ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ જોવા મળશે. જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે સવારે અમદાવાદના રાણીપ (Ranip) વિસ્તારમાં આવેલ નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. પ્રધાનમંત્રી મોદી મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ (Purushottama Rupala) પણ મતદાન કર્યું છે. તેમણે અમરેલીના (Amreli) ઈશ્વરિયાની પ્રા.શાળાથી પરિવાર સાથે મતદાન કર્યુ. મતદાન કરતા પહેલા રૂપાલાએ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.

કોણ ક્યાં કરશે મતદાન ?

> કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ આવતીકાલે નારણપુરાના મતદાન મથકમાં મતદાન કરશે. તેઓ આવતીકાલે સવારે 9.15 કલાકે મતદાન કરશે.

> મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આવતીકાલે 8.30 થી 9.30 વચ્ચે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કરવા જશે.

> પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ (CR Patil) નવસારીની ઉ. ગુજરાત સ્કૂલથી મતદાન કરશે. તેઓ સવારે 8.30 કલાકે વોટ આપવા જશે.

> કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી ભાજપના (BJP) ઉમેદવાર મનસુખ માંડવિયા પાલિતાણાના અણોલના મતદાન મથકથી (Lok Sabha elections) વોટિંગ કરશે.

> પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સવારે 8 કલાકે રાજકોટના રૈયા રોડના મતદાન મથકથી મતદાન કરશે.

> રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીન નારણપુરામાં ગુજરાતી શાળા નંબર: 4 માં સવારે 9:00 કલાકે મતદાન કરશે.

> સી.જે ચાવડા, વિજાપુર ઉમેદવાર, સેકટર 6 સરકારી શાળા, ગાંધીનગર.

> આનંદીબેન પટેલ, રાજ્યપાલ, સવારે 9.30, બુથ 99 શીલજ પ્રાથમિક શાળા

> શંકરસિંહ વાઘેલા,પૂર્વ મુખ્યમંત્રી, સવારે 10.15, વાસણ ગામ, ગાંધીનગર

> શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રમુખ, સવારે 11 વાગ્યે, સુવિધા કેન્દ્ર સેક્ટર 19, ગાંધીનગર

> મધુસુદન મિસ્ત્રી, પૂર્વ સાંસદ, સવારે 7 વાગ્યે, સેક્ટર 8 ગાંધીનગર

> PM નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી, સવારે 9 વાગ્યે, રાયસણ પ્રાથમિક શાળા, ગાંધીનગર

> વિકાસ સહાય, રાજ્ય પોલીસ વડા, સવારે 9.30, સેન્ટ્રલ સ્કૂલ શાહીબાગ, અમદાવાદ

> પી ભારતી, મુખ્ય ચૂંટણી અધિકારી, સવારે 7.00 વાગ્યે સેકટર-9, ગાંધીનગર

આ પણ વાંચો – LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન

આ પણ વાંચો – Lok Sabha Election : PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન, અમિત શાહ રહ્યા હાજર

આ પણ વાંચો – Lok Sabha Election 2024: આજની રાત કતલની રાત, મતદારોને રીઝવવા માટે થશે મથામણ

Whatsapp share
facebook twitter