+

Chhota Udepur જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે પત્રકાર પરિષદ

Chhota Udepur: ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ ચૂંટણી સરંજામ લઈને મતદાન મથકો ઉપર સોમવારે પહોંચી ગયા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ પારદર્શક અને તંદુરસ્ત વાતાવરણમાં યોજાય તેવા સઘળા પ્રયાસો જિલ્લા તંત્ર તરફથી…

Chhota Udepur: ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ ચૂંટણી સરંજામ લઈને મતદાન મથકો ઉપર સોમવારે પહોંચી ગયા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ પારદર્શક અને તંદુરસ્ત વાતાવરણમાં યોજાય તેવા સઘળા પ્રયાસો જિલ્લા તંત્ર તરફથી કરવામાં આવ્યા છે. આ તબક્કે પુનઃ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલીયા એ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવેશ તમામ મતદાતાઓને અચૂક મતદાન કરવા પણ કરી છે.

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા સેવા સદન ખાતે મંગળવારે યોજાનાર ત્રીજા તબક્કાના લોકસભા 2024ની ચૂંટણી મતદાન અંતર્ગત અખબાર પરિષદ યોજી મીડિયા ક્રમીઓને માહિતી આપવામાં આવી હતી. વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મતદાન મથક પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગ તથા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લામાં પોલીસ બંદોબસ્તની માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી.શેખે જિલ્લામાં 1 એસ.પી., 1 એ.એસ.પી., 2 ડીવાય.એસ.પી. સહિત 35 પોલીસ અધિકારીઓ તથા 2,815 પોલીસ કર્મીઓ અને પેરામિલેટરીની 5 કંપનીઓ મળી તમામ મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમણે જિલ્લામાં મુક્ત, ન્યાય અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા લોકશાહીના પર્વમાં લોકોની ભાગીદારી વધે તે માટે વખતો વખત મતદાન જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો જેવા કે સાયકલ રેલી, મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા ફ્લેશ મોબ’, ‘સિગ્નેચર કેમ્પેઇન રન ફોર વોટ, શેરી નાટકોના માધ્યમે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોને મતદાન પ્રક્રિયામાં જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી. મતદારોનો ઉત્સાહ વધે તે માટે હેરિટેજ મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક તથા આદર્શ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

વિધાનસભા મતદાન મથક થીમ મતદાન મથક નામ
છોટા ઉદેપુર સાંસ્કૃતિક. છોટા ઉદેપુર -22
ગ્રીન કેવડી
પાવી જેતપુર ટ્રાઈબલ કવાંટ -5
ફ્લાવર હાંફેશ્વર
સંખેડા ઇકો ફ્રેન્ડલી તરગોળ
હેરીટેજ આનંદ પુરા
યુવા મતદાન સાલપૂર

આ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે રેમ્પ અને સહાયકની વ્યવસ્થા કરવામાં આવી છે તથા દિવ્યાંગ, વૃદ્ધ અને પ્રસૂતા મહિલા મતદારોને મતદાન માટે પ્રાથમિકતા આપવામાં આવશે. છોટાઉદેપુર લોકસભા બેઠકનું મતદાન માંટે કુલ 2205 મતદાન મથકોની ફાળવણી કરવામાં આવી છે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના 1,050 મતદાન મથકો ઉપર કુલ 3649 મતદાન કર્મચારીઓ ફરજ બજાવનાર છે. તથા સદર કામગીરી દેખરેખ માર્ગદર્શન માટે 156 સેક્ટર ઓફિસર, 156 મદદનીશ સેક્ટર ઓફિસર અને 79 માઇક્રો ઓબ્ઝર્વર ને ફરજ ઉપર તૈનાત કરવામાં આવેલ છે.

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં કુલ 18,21,708 મતદારો છે. જેમાં પુરુષ મતદારો 9,31,651 અને સ્ત્રી મતદારો 8,90,036 અને અન્ય 21 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સ 22,679 જેટલાં મતદારોનો પણ સમાવેશ થાય છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં દરેક વિધાનસભા દીઠ મતવિસ્તારમાં 7 સખી મતદાન મથક અને 1 દિવ્યાંગ મતદાન મથક તૈયાર કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ ચૂંટણીનું મોનિટરિંગ કરવા માટે ઇન્ટીગ્રેટેડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ, સિંગલ વિન્ડો સિસ્ટમ, વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ અને હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

અહેવાલઃ તૌફીક શેખ, છોટા ઉદેપુર

આ પણ વાંચો: Polling Booth Search: મતદાન મથકનું કેન્દ્ર સરળતાથી જાણવા માટે બસ આટલું કરો…

આ પણ વાંચો: Special Polling Booth: માત્ર એક મત માટે ખાસ પોલિંગ બૂથની વ્યવસ્થા, જાણો કોણ છે આ એક મતદાતા?

આ પણ વાંચો: Ahmedabad: ‘શરિયા કાયદો’ લાગુ કરાવવા બોમ્બની ધમકી! જાણો કોણે કર્યો હતો મેઈલ?

Whatsapp share
facebook twitter