+

Ahmedabad : PM મોદીને જોવા જનમેદની ઉમટી, મતદાન કર્યા બાદ કહી આ વાત

Ahmedabad : આજે લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત 12 રાજ્યમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra…

Ahmedabad : આજે લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત 12 રાજ્યમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ આજે અમદાવાદમાં મતદાન કરી ભારતીય નાગરિક હોવાની ફરજ બજાવી હતી. PM મોદીએ રાણીપ ખાતે આવેલ નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. મતદાન બાદ પીએમ મોદીએ ચાલીને લોકો પાસે ગયા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીની એક ઝલક જોવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

PM મોદીએ મતદાન બાદ મીડિયા સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના (Ahmedabad) રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કૂલમાં મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી. PM મોદી મતદાન (PM Narendra Modi) કરવા માટે આવવાના હોવાથી રાણીપમાં સ્કૂલ નજીક વહેલી સવારથી લોકોની ભારે ભીડ ઉમટી હતી. PM મોદી જ્યારે મતદાન કરીને બહાર આવ્યા ત્યારે લોકોએ ‘મોદી મોદી’ના નારા લગાવ્યા હતા. PM મોદીએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, ગરમીનો સમય છે એટલે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન રાખજો. પીએમ મોદીએ કહ્યું કે, ભારતની ચૂંટણી પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જે દનિયાના લોકતંત્ર માટે શીખવા જેવી છે. દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીઓએ ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે અભ્યાસ કરવો જોઈએ.

મતદાન કરવા PM મોદીની અપીલ

પીએમ મોદીએ આગળ કહ્યું કે, દુનિયામાં અંદાજે 64 દેશોમાં ચૂંટણી છે. તે બધાની સરખામણી કરવી જોઈએ. ભારતે તેની ચૂંટણી પ્રક્રિયાને વિકસિત કરી છે. ચૂંટણી પંચ આ માટે અભિનંદનના પાત્ર છે. આ સાથે પીએમ મોદીએ મીડિયાકર્મીઓને ગરમીના સમયે ચૂંટણીની ભાગદોડમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પણ અપીલ કરી હતી. આ સાથે PM મોદીએ ભારતના તમામ નાગરિકોને લોકશાહીના પર્વની ઉજવણી કરવા અને ચોક્કસપણે મતદાન કરવા અપીલ કરી હતી. મતદાન સમયે PM મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર અમિત શાહ (Amit Shah) પણ હાજર હતા.

આ પણ વાંચો – LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન

આ પણ વાંચો – Lok Sabha Election : PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન, અમિત શાહ રહ્યા હાજર

આ પણ વાંચો – Lok Sabha elections : PM મોદી અને પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન, આ દિગ્ગજો પણ કરશે વોટિંગ, જાણો વિગત

Whatsapp share
facebook twitter