+

Gujarat CM શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક

Gujarat CM શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 182મી બેઠક ગાંધીનગરમાં યોજાઈ ———– નાના માણસો માટેની જે ધિરાણ યોજનાઓમાં સરકાર ગેરંટર છે તેવી યોજનાઓના ધિરાણ લાભાર્થીઓને આપવામાં બેંકોના…
  • Gujarat CM શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 182મી બેઠક ગાંધીનગરમાં યોજાઈ
    ———–
  • નાના માણસો માટેની જે ધિરાણ યોજનાઓમાં સરકાર ગેરંટર છે તેવી યોજનાઓના ધિરાણ લાભાર્થીઓને આપવામાં બેંકોના સક્રિય સહયોગ માટે મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
    ———–
  • વડાપ્રધાનશ્રીની સંકલ્પના મુજબના વિકસિત ભારત@2047ને વિકસિત ગુજરાતથી પાર પાડવા વધુને વધુ લોકોને ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝનનો લાભ બેંકો આપેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
    ———–

 

Gujarat CM શ્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર છે તેવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા બેંકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પીએમ સ્વનિધિ જેવી નાના વેપારીઓ-ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી ધિરાણ સહાયમાં અને નાના ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનાઓમાં પણ સરકાર ગેરેન્ટર હોય છે ત્યારે બેંકોને ધિરાણ સામે સિક્યુરિટીની કોઈ સમસ્યા હોવી ન જોઈએ.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે પશુધન માટેના તેમજ માછીમારોના ક્રેડિટ કાર્ડની યોજનામાં પણ ગતિ લાવવા બેન્કર્સને સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના ગરીબ અને નાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ સાથે જન કલ્યાણ યોજનાઓ અમલી બનાવી છે ત્યારે બેન્કર્સ આવી યોજનાઓની સફળતામાં ઉત્તમ યોગદાન આપી શકે તેમ છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને પણ બેંક સરળતાથી અને મોટી સંખ્યામાં ધિરાણ મદદ આપે એ દિશામાં વિચારવા પણ અનુરોધ કર્યો હતો.

Gujarat CM એ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. હવે અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી પણ ગુજરાત અગ્રેસર રહેવાનું છે. આ હેતુસર રાજ્ય સરકારે અર્નિંગ વેલ અને લિવિંગ વેલના બે મુખ્ય પિલર પર 2047 સુધીનો આગવો રોડ મેપ તૈયાર કર્યો છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, દરેક વ્યક્તિ અર્થતંત્ર સાથે જોડાઈને આગળ વધે ત્યારે જ 2047માં વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરી શકાય. બેન્ક્સ પણ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપે અને વધુને વધુ લોકોને ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝનનો લાભ આપે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ તકે જણાવ્યું કે, વિકસિત ભારત @ 2047 અન્વયે ગુજરાતનું અર્થતંત્ર આપણે 2047 સુધીમાં 3.5 ટ્રિલીયન ડોલર બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં બેંક્સની મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે.

ફાઇનાન્સિયલ સિસ્ટમ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત અને ગતિશીલ બનાવવામાં જે યોગદાન આપે છે તેમાં બેંક્સની ભૂમિકા વધુ સંગીન બનાવવાનું વિચાર મંથન એસ.એલ.બી.સી.માં થાય તે જરૂરી છે.

તેમણે હાલની વરસાદી આફતમાંથી નાના વેપારીઓ – ધંધા વ્યવસાયકારોની ઝડપભેર પૂર્વવત થવા બેંક્સની મદદ મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.

રાજ્યના જે વિસ્તારોમાં બેંકોનો ક્રેડિટ રેશિયો ઓછો છે તે વધારવા સાથે એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટમાં લાભાર્થી કવરેજ વધારીને યોજનાકીય લાભ માટે બેન્કિંગ સેવાઓને વ્યાપક બનાવવા પણ સૂચન કર્યું હતું.

મુખ્ય સચિવશ્રીએ કહ્યું કે એસ.એલ.બી.સી.ની બેઠકોમાં યોજનાઓનો સર્વગ્રાહી રિવ્યુ કરીને રાજ્ય સરકારના સૂઝાવો પણ તેના અમલમાં લેવાય તેવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી નાના અને સામાન્ય માનવીઓને લાભદાયી યોજનાઓમાં ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન વધુ આગળ વધારવા પણ તેમાં ઉપસ્થિત બેન્કર્સને સૂચનો કર્યા હતા.

એસ.એલ.બી.સી.ના ચેરમેન અને બેંક ઑફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી લાલસિંઘ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના મધ્યસ્થ કાર્યાલયના CGM શ્રીમતી નિશા નામ્બિયારે આ બેઠકનો એજન્ડા પ્રસ્તુત કરીને રાજ્ય સરકાર તથા બેંક્સના સહયોગથી યોજનાકીય સિદ્ધિઓ હાંસલ કરવા હિમાયત કરી હતી.

આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. શ્રીમતી જયંતિ રવિ, ઊર્જાના એ.સી.એસ. શ્રી હૈદર, નાણા અગ્ર સચિવ શ્રી નટરાજન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, નાબાર્ડના જનરલ મેનેજર શ્રી સુમિન્દર સિંઘ, એસ.એલ.બી.સી. કન્વીનર શ્રી અશ્વિની કુમાર અને વિવિધ બેંકના સીજીએમ તેમજ અધિકારીઓ જોડાયા હતા.

આ પણ વાંચો-VADODARA : પૂરગ્રસ્ત લોકોના રોષનો શિકાર બન્યા દંડક અને શહેર ભાજપ પ્રમુખ

Whatsapp share
facebook twitter