+

Big News : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે. છે. સરકારનો મોટો નિર્ણય…

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે. છે.

સરકારનો મોટો નિર્ણય

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા.01-07-2022થી 4% અને તા.01-01-2023થી 4% નો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. સરકારે તા. 01-07-2022 તથા તા.01-01-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 8 ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

  • તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

સરકારી તિજોરીમાં આટલા કરોડનું ભારણ

ગુજરાત સરકારના આ નિર્ણયથી સરકારની તિજોરીમાં અંદાજે વાર્ષિક રૂ. 4516 કરોડનું નાણાકીય ભારણ વધશે. રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

આ પણ વાંચો : ગૌ આધારિત કૃષિ-ગ્રામ અર્થવ્યવસ્થાનું જીવંત ઉદાહરણ એટલે વોરાકોટડાનું ‘ગીર ગૌ કૃષિ જતન સંસ્થાન’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter