+

ગ્રામજનો એકસાથે પહોંચ્યા મતદાન કેન્દ્ર, Voting પહેલા મહિલાઓ રાસે રમ્યા

આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહેલી લોકસભા બેઠક (Lok Sabha Seat) ના મતદાન (voting) અન્વયે 11 પોરબંદર સંસદીય મતદાર (11 Porbandar Parliamentary Constituencies) વિભાગમાં સમાવિષ્ટ 73 ગોંડલ વિધાનસભા લોકશાહી (Gondal Assembly…

આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહેલી લોકસભા બેઠક (Lok Sabha Seat) ના મતદાન (voting) અન્વયે 11 પોરબંદર સંસદીય મતદાર (11 Porbandar Parliamentary Constituencies) વિભાગમાં સમાવિષ્ટ 73 ગોંડલ વિધાનસભા લોકશાહી (Gondal Assembly Constituencies) ને ઉજાગર કરવા સમગ્ર ગોંડલના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે સમગ્ર ગ્રામજનો ભેગા થઈ ઢોલ નગારા સાથે એકીસાથે મતદાન કરવા પોહચ્યા હતા.

મતદાન કર્યા પહેલા મહિલાઓ રાસે રમ્યા

ગોંડલ જામવાડી ગામ ખાતે ઇતિહાસ સૌ પ્રથમ સમસ્ત ગ્રામજનો ભેગા મળી મતદાન કરવા પોહચ્યા હતા. જામવાડી ગામના સરપંચ લીનાબેન પ્રફુલભાઈ ટોળીયા ના નેજા હેઠળ આજ વહેલી સવાર થી મતદાન કરવા મોટી સંખ્યા માં ગ્રામજનો એકઠા થયા હતા. મતદાન કરવા જતાં પહેલાં ઠોલી ના તાલે મહિલાઓ હાથમાં મતદાન જાગૃતિના બેનર હાથમાં લઈને રાસ ગરબે રમ્યા હતા.

ગ્રામજનો હાથમાં બેનર લઈને ચાલીને મતદાન કરવા પહોંચ્યા

આજરોજ લોકશાહી ના પર્વની ઉજવણી ભાગરૂપે ગોંડલ તાલુકાના જામવાડી ગામે વહેલી સવારે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો એકીસાથે ભેગા થઈ જામવાડી ગામ ખાતે આવેલ રામજી મંદિર ચોક ખાતે ઢોલ નગારા સાથે હાથમાં હું મતદાન કરીશ અને લોકશાહી ના પર્વની ઉજવણી કરીએ ના બેનર સાથે જામવાડી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા પોહચ્યા હતા અને મતદાન મથકની બહાર ગ્રામજનોએ મત આપવા લાંબી કતારો લગાવી હતી.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો – પોરબંદર સાંસદ, ગોંડલ ધારાસભ્ય અને અક્ષર મંદિરના સંતોએ મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી

આ પણ વાંચો – Banaskantha : થરાદમાં મતદાન મથક બહાર કાળઝાળ ગરમીથી બચવા મતદારોનો અજબનો કીમિયો

Whatsapp share
facebook twitter