+

પોરબંદર સાંસદ, ગોંડલ ધારાસભ્ય અને અક્ષર મંદિરના સંતોએ મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી

આજરોજ ગુજરાત રાજ્યમાં યોજાઈ રહેલ 25 લોકસભા બેઠક પર મતદાન (Voting) થઈ રહ્યું છે. ત્યારે 11 પોરબંદર લોકસભા સંસદીય મતદાર વિભાગ (11 Porbandar Lok Sabha Parliamentary Constituency) માં સમાવિષ્ટ ગોંડલ…

આજરોજ ગુજરાત રાજ્યમાં યોજાઈ રહેલ 25 લોકસભા બેઠક પર મતદાન (Voting) થઈ રહ્યું છે. ત્યારે 11 પોરબંદર લોકસભા સંસદીય મતદાર વિભાગ (11 Porbandar Lok Sabha Parliamentary Constituency) માં સમાવિષ્ટ ગોંડલ 73 વિધાનસભામાં લોકશાહી પર્વને ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પોરબંદર સાંસદએ પરિવાર સાથે કર્યું મતદાન

ગોંડલ 11 પોરબંદર લોકસભા ના સાંસદ રમેશભાઈ ધડુક એ પોતાના નિવાસ સ્થાને પરિવાર જનો તેમજ સોસાયટીના લોકો સાથે મળી ઢોલ નગારા સાથે મતદાન કરવા પોહચ્યા હતા. કૈલાસબાગ ખાતે આવેલ દાસીજીવણ સ્કૂલ ખાતે પોહચી મતદાન કર્યું હતું. 5 લાખથી વધુ લીડથી ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્યએ પરિવાર સાથે કર્યું મતદાન

ગોંડલ 73 વિધાનસભાના મહિલા ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી. લોકશાહીના પર્વમાં લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. જંગી લીડથી ભાજપનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અક્ષરમંદિરના 30 થી વધુ સંતોએ મતદાન કર્યું હતું

ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સુપ્રસિદ્ધ અક્ષરમંદિર ના 30થી વધુ સંતોએ મતદાન કરી લોકશાહીના આ પર્વની ઉજવણી કરી હતી સાથે જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. લોકોએ અચૂક મતદાન કરવું જોઈએ.

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે મતદાન કર્યું હતું

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ પોતાના વતન ગામ લીલાખા ખાતે પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો સાથે મળી ઢોલ નગારા સાથે મતદાન કર્યું હતું. લોકશાહી ના પર્વની ઉજવણીમાં સૌ મતદાતાઓ મતદાન કરી ઉજવણી કરીએ તેવી અપીલ કરી હતી.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો – LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન

આ પણ વાંચો – Chhota Udaipur: લગ્ન પછી પહેલા મતદાન! જાન પહેલા મતદાન મથકે પહોંચી, વરરાજાએ કર્યુ મતદાન

Whatsapp share
facebook twitter