+

CHHOTA UDEPUR : આ સાંસ્કૃતિક મતદાન મથક બન્યું આકર્ષણનું કેન્દ્ર, મતદારોએ કહ્યું; ‘લાગે છે કોઈ મોટા પ્રસંગમાં આવ્યા છે’

CHHOTA UDEPUR : ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી છોટાઉદેપુરના સાંસ્કૃતિક મતદાન મથક ઉપર જ્યાં અનેક મતદાતાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળેલ કે, છોટાઉદેપુરના સાંસ્કૃતિક મતદાન મથકમાં પહોંચ્યા બાદ…

CHHOTA UDEPUR : ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી છોટાઉદેપુરના સાંસ્કૃતિક મતદાન મથક ઉપર જ્યાં અનેક મતદાતાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળેલ કે, છોટાઉદેપુરના સાંસ્કૃતિક મતદાન મથકમાં પહોંચ્યા બાદ મતદાતાઓને એવું અહેસાસ થતો હતો કે તેઓ મતદાન કરવા નહીં કોઈ મોટા પ્રસંગમાં આવ્યા છે.

મતદારોનો ઉત્સાહ વધે તે માટે પ્રયાસો

છોટાઉદેપુર ( CHHOTA UDEPUR ) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોનો ઉત્સાહ વધે તે માટે હેરિટેજ મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક સાંસ્કૃતિક મતદાન મથક તથા આદર્શ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે રેમ્પ અને સહાયક (એન.સી.સી. કેડેટ) ની વ્યવસ્થા કરવામાં આવી છે તથા દિવ્યાંગ, વૃદ્ધ અને પ્રસૂતા મહિલા મતદારોને મતદાન માટે પ્રાથમિકતા મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તેની ખાસ કાળજી લેવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

છોટાઉદેપુર ( CHHOTA UDEPUR ) ચૂંટણી તંત્ર દ્વારા નગરના છોટાઉદેપુર 22 મતદાન મથક ઉપર અનોખું મતદાન મથક ઊભું કરાયું છે. જેની થીમ સાંસ્કૃતિક મતદાન મથક આપવામાં આવ્યું છે. જ્યાં પ્રવેશતાની સાથે જ એક અલગ પ્રકારની અનુભૂતિનું અનુભવ મતદાતાઓને થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યા છે.

છોટાઉદેપુરએ ( CHHOTA UDEPUR ) આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેની ઓળખ એ બેનમૂન આદિવાસી સંસ્કૃતિ છે. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો આ મતદાન મથક છોટાઉદેપુર ડોન બોસ્કો ખાતે ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં પ્રવેશથી માંડીને મતદાન મથકમાં પણ આદિવાસી સંસ્કૃતિની ઝાંખીઓ નજરે પડે તેવા આયોજન કરવામાં આવ્યા હતા. પ્રવેશ દ્વાર માં આદિવાસી પહેરવેશથી સજજ સ્ટેચ્યુ, આદિવાસી સમાજમાં સંગીત આપતા મોટા ઢોલ મતદાન મથકની બહાર મતદાતાઓ માટે ખાટલાઓની વ્યવસ્થા અને તેમાં સુર પુરતા મતદાન મથકમાં ફરજ નિભાવતા તમામ કર્મચારીઓ. તમામ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ આદિવાસી પહેરવેશ થી સજજ થઈ સાંસ્કૃતિક મતદાન મથકને ચાર ચાંદ લગાવી દીધા હતા.

ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા અનેક મતદાતાઓ સાથે વાતચીત કરી હતી જેમાં જાણવા મળેલ કે છોટાઉદેપુર ના સાંસ્કૃતિક મતદાન મથકમાં પહોંચ્યા બાદ મતદાતાઓને એવું અહેસાસ થતો હતો કે તેઓ મતદાન કરવા નહીં કોઈ મોટા પ્રસંગમાં આવ્યા છે.

અહેવાલ : તોફીક શેખ 

આ પણ વાંચો : LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન

Whatsapp share
facebook twitter