+

અમેરિકાના ઉચ્ચ અધિકારીની પત્ની વિદ્યાર્થી સાથે નગ્ન હાલતમાં ઝડપાતા ચકચાર

નવી દિલ્હી : એરિન વાર્ડ કે જે શાળામાં સહાયક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તે પોતાના જ વિદ્યાર્થી સાથે નગ્ન હાલતમાં એક ગાડીમાંથી ઝડપાઇ હતી. જો કે એરિન વાર્ડ અમેરિકન…

નવી દિલ્હી : એરિન વાર્ડ કે જે શાળામાં સહાયક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તે પોતાના જ વિદ્યાર્થી સાથે નગ્ન હાલતમાં એક ગાડીમાંથી ઝડપાઇ હતી. જો કે એરિન વાર્ડ અમેરિકન આર્મીના એક ઉચ્ચ અધિકારી સાથે પરણેલી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના આધારે આ પ્રકારની માહિતી સામે આવી રહી છે. એરિન વાર્ડ 45વર્ષની મહિલા છે અને તેના પતિ અમેરિકન ફેડરલ ગવર્નમેન્ટના ઉચ્ચ અધિકારી છે. આ મહિલા શિક્ષિકાએ સ્વિકાર કર્યો છે કે, તે પોતાના 17 વર્ષના વિદ્યાર્થી સાથે ગાડીની પાછળની સીટમાં સેક્સ માણી રહી હતી.

સ્થાનિક પોલીસ દ્વારા શંકાસ્પદ ગાડી મળી આવી

જો કે જ્યારે સ્થાનિક પોલીસે શંકાસ્પદ ગાડી પર દરોડા પાડ્યા ત્યારે તેની સાથે રહેલો વિદ્યાર્થી ફરાર થઇ ગયો હતો. જો કે પછી તે માત્ર અંડરવેર પહેરેલી હાલતમાં પોલીસને મળી આવ્યો હતો. મહિલા શિક્ષિકા એરિન વાર્ડને ત્રણ બાળકો છે. તેઓ મુળભુત રીતે લુસિયાનાના છે. તેના પતિ અમેરિકન સેનામાં ખુબ જ ઉંચ્ચ હોદ્દા પર છે. તેઓ યુએસના સ્ટ્રેટેજીક કમાન્ડમાં ઓફુટ એરફોર્સ સ્ટેશન ઓમાહામાં ફરજ બજાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સ્ટ્રેટેજીક કમાન્ડ ખુબ જ મહત્વનું છે. આ પ્રકારના કુલ 11 કમાન્ડ છે.

એરિનની ધરપકડ કરાઇ, વિદ્યાર્થી પહેલા થયો હતો ફરાર

એરિનની ગઇકાલે વ હેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસને એક કોલ આવ્યો હતો કે તેઓએ એક શંકાસ્પદ કાર જોવા મળી છે જે એક સ્ટ્રીટના અંતિમ છેડે શંકાસ્પદ રીતે પાર્ક છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી એરિન નગ્મ અવસ્થામાં હતી. જ્યારે વિદ્યાર્થી પણ નગ્ન અવસ્થામાં હતો. જો કે પોલીસને આવતી જોઇને તે ફરાર થઇ ગયો હતો. જ્યારે એરિકને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. બાદમાં તે વિદ્યાર્થી પણ મળી આવ્યો હતો. શિક્ષિકા આસપાસની અનેક શાળાઓમાં સહાયક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જો કે જે વિદ્યાર્થી સાથે તે સેક્સ કરતા ઝડપાઇ હતી તે 17 વર્ષનો છે. અમેરિકન કાયદા અનુસાર સહમતીથી શારીરિક સંબંધ બાંધવાની ઉંમર (16 વર્ષ)થી વધારે છે. માટે શિક્ષિકા પર બળાત્કાર જેવી કોઇ કલમ નહી લાગે. જો કે શાળા દ્વારા હવે શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

Whatsapp share
facebook twitter