+

CHHOTAUDAIPUR : કદવાલ નજીક પહોંચવામાં વિકાસનો પનો ટુંકો પડયો

CHHOTAUDAIPUR : આઝાદીના 75 વર્ષ વીતવા છતાં પણ પાવીજેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયતમાં આવતા ઝોજા ફળીયા અને ભાભર ગામના લોકો રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે. છોટાઉદેપુર…

CHHOTAUDAIPUR : આઝાદીના 75 વર્ષ વીતવા છતાં પણ પાવીજેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયતમાં આવતા ઝોજા ફળીયા અને ભાભર ગામના લોકો રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તારમાં ક્યાં ને ક્યાંક વિકાસનો પનો ટૂંકો પડ્યો હોઈ તેમ લાગી રહ્યું છે.

પડકાર સમાન બની રહે

વિગતે વાત કરીએ તો કદવાલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કદવાલ થી ઝોજા ફળિયા થઈને ભાભર ગામ સુધી પહોંચતો કાચો માર્ગ આશરે 200 જેટલા લોકો માટે અવરજવરનો માટેનો એક જ વિકલ્પ છે. અહીં કહેવાય છે કે ક્યારે પણ પાકો રસ્તો અહીંના લોકોએ જોયો નથી. ત્યારે સામાન્ય દિવસોમાં તો ઠીક પરંતુ ચોમાસામાં આ કાચા માર્ગ માર્ગ પરથી પસાર થવું ખુબજ પડકાર સમાન બની રહે છે.

પગપાળા જવા મજબુર

સરકારની કલ્યાણકારી યોજના 108 એમ્બ્યુલન્સ પણ રસ્તા ના અભાવે ઝોજા ફળિયા કે ભાભર ગામ સુધી પહોંચી શકતી નથી. જેને કારણે જ્યારે પણ અહીં કોઈ બીમાર પડે તો કાપડની ઝોળી કરી ગામના લોકો પાકા રસ્તે સુધી બીમાર વ્યક્તિને પગપાળા લઈ જવા મજબુર બને છે. તો ચોમાસા દરમિયાન આ વિસ્તાર બાળકો શાળાએ જઇ શકતા નથી માંટે તેમના શિક્ષણ ઉપર પણ ગંભીર અસર પડે છે.

50 વર્ષ પહેલાના જમાના જેવું

ત્યારે એ કહેવું ક્યાંય પણ ખોટું નથી કે ભલે દુનિયા કોમ્પ્યુટરાઈઝ્ડ યુગમાં આંગળીના ટેરવે મોબાઈલ ચલાવવા જેવી ટેકનોલોજી સુધી પહોંચી છે. પરંતુ આજે પણ અહીંના લોકો 50 વર્ષ પહેલાના જમાનામાં જીવન વ્યતીત કરતા હોય તેવું લાગી રહ્યું છે.

રસ્તાની સુવિધા પહોંચી નથી

અત્રે ખાસ ઉલ્લેખનીય એ છે કે, રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો માટે કરોડો રૂપિયાનું બજેટ બનાવવામાં આવે છે. અને તેના આયોજનો અને અમલવારી કરવા માટે અલાયદા વિભાગની રચના કરવામાં આવી છે અને તેમાં કર્મચારીઓની ફૌજ તૈનાત છે. અને ગામડે ગામડે પાકા રસ્તા પહોંચ્યા હોવાની વાતો પણ થાય છે. ત્યારે આજે પણ એવા ગામડાઓ છે. જ્યાં પાયાની સુવિધા કહી શકાય એવી પાકા રસ્તાની સુવિધા પહોંચી નથી. એનું જીવંત ઉદાહરણ પાવી જેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયતના વિસ્તાર તરીકે જોવા મળી રહ્યો છે.

વિકાસ પહોંચ્યો નથી

આઝાદી ના વર્ષો બાદ પણ ઝોજા ફળિયા ના લોકો પાકા રસ્તા માંટે વલખા મારી રહ્યા છે. અને અવારનવાર દયનીય પરિસ્થિતિમાંથી પસાર થતા હોવાના કિસ્સા પણ સામે આવે છે. 200 થી વધુ ગ્રામજનો ની વસ્તી હોવા છતાંય છેવાડા ના માનવી સુધી હજુ તંત્ર પાકા રસ્તા નો વિકાસ પહોંચાડી શકયું નથી. તેવામાં તંત્રના બહેરા કાને ગ્રામજનો નો રણકાર કયારે પહોંચશે તે જોવાનું રહ્યુ…!

108 એમ્બ્યુલન્સ આવી શકતી નથી

તો ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ની ટીમ દ્વારા ગામના લોકો સાથે વાત કરવામાં આવી જેમાં….સુખદેવ રાઠવા ઝોજા ફળીયા જણાવી રહ્યા છે કે કદવાલ ગામને ઝોજા ફળિયા તેમજ ભાભર ગામને જોડતો આ માર્ગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. માટે જ્યારે અમારા ગામમાં કોઈ બીમાર પડે છે ત્યારે 108 એમ્બ્યુલન્સ આવી શકતી નથી. જેથી અમારે કાપડની ઝોળી બાંધી બીમાર વ્યક્તિને પાક્કા રસ્તે પગપાળા લઈ જવું પડે છે.

ઘણી તકલીફ પડે છે

નરેશ રાઠવા ઝોજા ફળીયા જણાવી રહ્યા છે કે ચોમાસા દરમિયાન અમારા બાળકો ભાગ્યે જ એક મહિનો શાળામાં જઈ શકે છે. અમારા ફળિયામાં મોટાભાગના લોકો મજૂરી તેમજ ખેતી કરી ગુજરાત ચલાવે છે ત્યારે ચોમાસાની એલી દરમિયાન કદવાલ ગામ નો સંપર્ક તૂટી જાય છે. જેથી દૈનીક જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે કદવાલ ગામ આવી શકાતું નથી. ચંચી બેન રાઠવા ઝોજા ફળીયા જણાવી રહ્યા છે કે હું લગ્ન કરીને આવી અને હાલ વૃદ્ધ થઈ છું. ત્યાં સુધી પણ અમારા ફળિયા સુધી પાકો માર્ગ આવી શક્યો નથી. જેથી અમને ઘણી તકલીફ પડે છે.

લેખિત માંગણી કરવામાં આવી

જામસિંગભાઈ રાઠવા સરપંચ પતિ કદવાલ ગ્રામ પંચાયત જણાવી રહ્યા છે, કે પંચાયત દ્વારા સદર રોડ બનાવવા માટે લેખિત માંગણી પણ કરવામાં આવી છે. અને સર્વે પણ થઈ ગયું છે ત્યારે સત્વરે આ કામ મંજૂર થાય અને શરૂ થાય તેવી અમારી પણ લાગણી છે.

અહેવાલ – તૌફીક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો — Saputara : લક્ઝરી બસ ખીણમાં ખાબકતાં 2 બાળકોના મોત, અન્ય એક બાળકીએ Gujarat First ને વર્ણવી આપવીતી!

Whatsapp share
facebook twitter