+

બિહારની નદી બચાવો, બચાવોની ચિસોથી ગુંજી ઉઠી, 7 બાળકો ડૂબ્યા

અચાનક બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હાલમાં બે બાળકોની શોધમાં SDRF ની ટીમ વ્યસ્ત પરિવારોને જરૂરી મદદ પૂરી પાડવાનું વચન આપ્યું Bihar Rohtas Son River : બિહારના રોહતસ જિલ્લાના તુમ્બા…
  • અચાનક બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા
  • હાલમાં બે બાળકોની શોધમાં SDRF ની ટીમ વ્યસ્ત
  • પરિવારોને જરૂરી મદદ પૂરી પાડવાનું વચન આપ્યું

Bihar Rohtas Son River : બિહારના રોહતસ જિલ્લાના તુમ્બા ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રોહતસ જિલ્લામાં આવેલી સોન નદીમાં બાળકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી ગયા છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં કુલ 5 બાળકોના મોત થયા હોય, તે ઘટના સામે આવી છે. તે ઉપરાંત બે બાળકોની નદીમાં શોધખોળ શરું કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પ્રશાસન ઘટનાસ્થળ પર ખડેપગે જોવા મળી રહ્યું છે.

અચાનક બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા

આ અકસ્માતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. કારણ કે… એક જ પરિવારના 5 બાળકો જ્યારે સોન નદીમાં ન્હાવા માટે ગયા હતાં. ત્યારે તેઓ નદીમાં ડૂબી ગયા હતાં. જોકે તેમની સાથે અન્ય બાળકો પણ હાજર હતાં. ત્યારે આ બાળકોની શોધખોળ શરું કરવામાં આવી છે. જોકે, સવારે કૃષ્ણ ગોંડના ચાર બાળકો અને તેની બહેનની પુત્રી સહિત સાત બાળકો ન્હાવા માટે સોન નદીમાં ગયા હતાં. ન્હાતી વખતે અચાનક બધા બાળકો ઊંડા પાણીમાં ગયા અને ડૂબવા લાગ્યા હતાં.

આ પણ વાંચો: Mohan Bhagwat: હિન્દુ સમાજના લોકો એકજૂટ થાય…’ RSS પ્રમુખ ભાગવતનું મોટું નિવેદન

હાલમાં બે બાળકોની શોધમાં SDRF ની ટીમ વ્યસ્ત

પ્રત્યક્ષદર્શી ગોલુ કુમારે જણાવ્યું કે, અમે સોન નદીમાં ન્હાવા ગયા હતાં. ન્હાતી વખતે એક બાળક ડૂબવા લાગ્યું હતું. તેને બચાવવા અમે બધાએ પાણીમાં કૂદી પડ્યું હતું. પરંતુ અમે પોતે પણ ડૂબવા લાગ્યા હતાં. કોઈ રીતે અમે બચીને બહાર આવ્યા હતાં. પરંતુ પાંચ બાળકો બાળકો બહાર ન આવી શક્યા હતાં. ત્યારે બાળકો દ્વારા અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે હાલમાં બે બાળકોની શોધમાં એસડીઆરએની ટીમ વ્યસ્ત છે. જોકે તમામ બાળકોની ઉંમર 8-12 વર્ષની વચ્ચે હતી.

પરિવારોને જરૂરી મદદ પૂરી પાડવાનું વચન આપ્યું

બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાસારામ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્રે પણ પરિવારને શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. જિલ્લા પ્રશાસને પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી મદદ પૂરી પાડવાનું વચન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે સોન નદીમાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે, પરંતુ આ વખતે આ ઘટનાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો છે.

આ પણ વાંચો: VIDEO: રામલીલામાં રામજીનું પાત્ર ભજવતા અચાનક ઢળી પડ્યો કલાકાર, થયું મોત

Whatsapp share
facebook twitter