+

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા, આરોપીની અટકાયત

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકાની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવરજવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોતને ભેટેલા વૃદ્ધ મહેશભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીના કૌટુંબિક કાકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની અટકાયત કરી છ
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકાની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવરજવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોતને ભેટેલા વૃદ્ધ મહેશભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીના કૌટુંબિક કાકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની અટકાયત કરી છે.
વૃદ્ધના નાકના ભાગે મુક્કો મારતા થયા હતા લોહીલુહાણ
પ્રિતેશ સંઘવી (મૃતકના દીકરા) એ જણાવ્યું હતું કે, તેમના પિતા મહેશભાઈ શાંતિલાલ સંઘવી ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. મહેશભાઈને બે દીકરા અને બે દીકરીઓ છે. ઘટના શનિવાર રાતની છે. સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. તે પરત ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના યુવાન સાથે તેની કોઈ વાતને લઈ બોલાચાલી થઈ હતી અને બાદમાં આ સમગ્ર મામલો ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. એ દરમિયાન આરોપીએ મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા તે લોહીલુહાણ થઈ ગયા હતા.
પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
પોલીસે આ પ્રકરણે જણાવ્યું હતું કે, ગંભીર હાલતમાં મહેશભાઈને સારાવારાર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રાંદેર પોલીસને કરવામાં આવી હતી. જેને આધારે પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપસાનો ધમધમાટ શરૂ કર્યો છે.
Whatsapp share
facebook twitter