+

કનાડા મેમોરિયલ ફાઉન્ડેશને ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું

અત્યારના જમાનામાં માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું માનવામાં આવે છે. આજના સમયમાં જરૂરીયાતમંદ લોકોની મદદ કરવી એ જ સૌથી મોટું પુણ્ય મનાય છે. ત્યારે જનીભાઇ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન …

અત્યારના જમાનામાં માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું માનવામાં આવે છે. આજના સમયમાં જરૂરીયાતમંદ લોકોની મદદ કરવી એ જ સૌથી મોટું પુણ્ય મનાય છે. ત્યારે જનીભાઇ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન  સેવાનું એક ઉત્તમ ઉદાહરણ હાલ પૂરું પાડવામાં આવ્યું છે. શ્રી રજનીભાઇ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા એક 11 વર્ષીય બાળકની મદદ કરવામાં આવી છે. શ્રી રજનીભાઇ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશને 11 વર્ષીય સાહીલ જગદીશભાઈ મકવાણાનું આંખનું ઓપરેશન કરાવ્યું છે અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સાહીલ જગદીશ ભાઈ મકવાણા માલણકાની ગામના રહેવાસી છે. આ પહેલા ડોકટર રજની બા ગોહિલને બતાવી આગળ PNR સોસાયટીના સહયોગથી બાળકનું સફળ ઓપરેશન થયું છે. ભાવિન ભાઈ મહેતા દિવ્યાંગ બાળકોના સ્પેશ્યલ ટીચર છે કે જેઓ સારવાર દરમિયાન સતત બાળકના પરિવારની સાથે હતા. તેમના આ કાર્ય માટે સંસ્થા તેમનો પણ આભાર માને છે. સંસ્થાના આરતીબેન સોની દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Narayan Sai : જનમટીપના કેદીને જેલમાંથી કાઢવા મહાઠગે 65 કરોડમાં કર્યો હતો સોદો

Whatsapp share
facebook twitter