+

ભારતીય પ્લેયરની આ એક સદીએ વિરાટ કોહલીને છોડ્યો પાછળ

U19 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ભારતે કાંગારૂને હરાવીને સતત ચોથી વખત ફાઇનલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પાંચ વિકેટે 290 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 194 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં ભારતીય ટીમનું પરફોર્મન્સ શાનદાર રહ્યું હતુ.વિરાટ કોહલીનો તૂટ્યો રેકોર્ડભારતીય ટીમે સેમિફાઇનલ મેચ રમતા શાનદાર રમત દાખવી હતી. ટીમ તરફથી કેપ્ટન યશ ધુલેએ 110 àª
U19 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ભારતે કાંગારૂને હરાવીને સતત ચોથી વખત ફાઇનલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પાંચ વિકેટે 290 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 194 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં ભારતીય ટીમનું પરફોર્મન્સ શાનદાર રહ્યું હતુ.
વિરાટ કોહલીનો તૂટ્યો રેકોર્ડ
ભારતીય ટીમે સેમિફાઇનલ મેચ રમતા શાનદાર રમત દાખવી હતી. ટીમ તરફથી કેપ્ટન યશ ધુલેએ 110 રનની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ તેણે એક કીર્તિમાન પણ રચ્યો હતો. યશે આ મેચમાં સદી ફટકારતાની સાથે જ વિરાટ કોહલીનો રેકોર્ડ ધરાશાયી કર્યો છે. ભારતીય કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાના મામલે યશ ધૂલ બીજા નંબર પર પહોંચી ગયો છે. આ મામલે તેણે 2008ના અંડર-19 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 100 રન ફટકારનાર વિરાટ કોહલીના રેકોર્ડને તોડ્યો છે. ભારતીય કેપ્ટન તરીકે આ ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ ઉન્મુક્ત ચંદના નામે છે. જેણે 2012 અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં 111 રન બનાવ્યા હતા. 
નોકઆઉટ મેચમાં રમાયેલી ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ
અંડર-19 વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં ભારતીય ટીમે  રમેલી આ ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ છે. ચેતેશ્વર પુજારા (129 અણનમ) અને ઉન્મુક્ત ચંદ (111 અણનમ) તેનાથી આગળ છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને અંગક્રિશ રઘુવંશી અને હરનૂર સિંહની ઓપનિંગ જોડી 37 રનના સ્કોર પર જ આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ ધુલ અને રાશિદે ઇનિંગ સંભાળી અને ત્રીજી વિકેટ માટે 204 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી.
Whatsapp share
facebook twitter