+

SMC એ ગુજરાતમાં નશો ઠાલવતા આશુને નેપાળ બોર્ડર પરથી પકડ્યો

SMC : બારેમાસ રાજ્યમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો પૈકીનો એક મોટો બુટલેગર ગુજરાત પોલીસ (Gujarat Police) ના સકંજામાં આવી ગયો છે. 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર થયા બાદ…

SMC : બારેમાસ રાજ્યમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો પૈકીનો એક મોટો બુટલેગર ગુજરાત પોલીસ (Gujarat Police) ના સકંજામાં આવી ગયો છે. 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર થયા બાદ સ્થળ બદલતા રહેતાં બુટલેગર આશિષ અગ્રવાલ ઉર્ફે આશુની બિહાર-નેપાળ બોર્ડર (Nepal Border) પરથી ધરપકડ કરી. આશુની ધરપકડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) આશિષ અગ્રવાલના મુનિમ રાવલસિંહ ભાટી ઉર્ફે રાવતને ઉદેપુરથી ઝડપી પાડ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) બુટલેગર આશુ સામે નોંધાયેલા 19 કેસોની તપાસ Team SMC ને સોંપી છે. આ સમાચાર બાદ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.

કેવી રીતે પકડાયો બુટલેગર આશુ ?

ગુજરાત પોલીસના ચોપડે અનેક ગુનામાં વૉન્ટેડ આશિષ ઉર્ફે આશુ બિહારમાં નેપાળ બોર્ડર પાસે હોવાની માહિતી SMC ના ડીવાયએસપી કે. ટી. કામરીયા (K T Kamariya) ને મળી હતી. આશુની માહિતી મળતાની સાથે જ DIG નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો સંપર્ક કર્યો અને તમામ હક્કિતથી વાકેફ કર્યા. વિકાસ સહાયે લીલીઝંડી આપતાની સાથે જ પીઆઈ આર. જી. ખાંટ (R G Khant) તેમની ટીમ સાથે હવાઈ માર્ગે આશુને ઝડપી લેવા નીળક્યા હતા. વારંવાર સ્થાન બદલતાં બુટલેગરને ઝડપી લેવા PI ખાંટે એક ખાનગી કાર ભાડે મેળવી. કલાકોની મહેનત બાદ આખરે બિહારના મોતીહારી જિલ્લાના સેમરા ખાતેથી સુરત પાસીંગની ફોર્ચ્યુનર કારમાં જઈ રહેલા બુટલેગર આશુને આંતરી ઝડપી લીધો. આશુની ધરપકડ બાદ તેનો બેનંબરી કારભાર સંભાળતા રાવલ ભાટી ઉર્ફે રાવતસિંહને રાજસ્થાનના ઉદેપુર ખાતેથી ઉપાડી લીધો.

કોણ છે બુટલેગર આશિષ અગ્રવાલ ઉર્ફે આશુ ?

દુબઈ નાસી છૂટેલા બુટેલગર વિજય ઉદવાની ઉર્ફે વિજુ સિંધી (Viju Sindhi) સાથે ભાગીદારીમાં આશિષ અગ્રવાલ ઉર્ફે આશુ (રહે. આબુરોડ જિ. શિરોહી રાજસ્થાન) કામ કરતો હતો. વિજુ સિંધીના વિદેશી દારૂ (IMFL) ના બેનંબરી ધંધામાં આશુ પણ કરોડો રૂપિયા કમાઈ ગયો હતો. વિજુ સિંધી SMC ના ડરથી દેશ છોડીને ફરાર થઈ ગયો ત્યારબાદ તેના જ માણસોએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મીલીભગતથી ગુજરાતમાં એક મોટું વિદેશી દારૂનું નેટવર્ક શરૂ કર્યું. દારૂના ઠેકેદારો પાસેથી માલ ઉપાડી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી IMFL ઠાલવતા આશિષ ઉર્ફે આશુ સામે 90થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને ભૂતકાળમાં તેની ગુજરાત પોલીસ ધરપકડ પણ કરી ચૂકી છે. સવા વર્ષમાં ગુજરાત પોલીસ અને SMC એ કરેલા દારૂના 19 કેસોમાં બુટલેગર આશિષ ઉર્ફે આશુનું નામ સામે આવ્યું હતું. 19 કેસમાં વૉન્ટેડ આશિષ ઉર્ફે આશુ પર Gujarat DGP એ ગત એપ્રિલ મહિનામાં 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

ઈનામ જાહેર થતાં આશુ સ્થળ બદલતો રહેતો

આશિષ અગ્રવાલ ઉર્ફે આશુ ભલે રાજસ્થાનમાં રહેતો હોય, પરંતુ ગુજરાત પોલીસના કેટલાંક IPS સાથે ઘરોબો ધરાવે છે. IPS અધિકારીઓના વહીવટદારો સાથે સતત સંપર્કમાં રહેતા આશુને ભ્રષ્ટ પોલીસ અધિકારીએ ચેતવ્યો હતો અને ત્યારથી આશુ ધરપકડથી બચવા સ્થળ બદલતો રહેતો હતો. એપ્રિલ મહિનામાં રાજસ્થાનના જુદાજુદા સ્થળોએ છુપાતો ફરતો આશુ મધ્યપ્રદેશ અને ત્યારબાદ બિહારમાં નાસી છૂટ્યો હતો.

Ashish Agarwal aka Ashu has become millionaire from illegal IMFL business

Ashish Agarwal aka Ashu has become millionaire from illegal IMFL business

બુટલેગરની કમરતોડવા તપાસ SMC કરશે : DGP

ગાંધીના ગુજરાતમાં નિરંતર નશો ઠાલવતા બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા Vikas Sahay મક્કમ બન્યા છે. આશિષ અગ્રવાલ ઉર્ફે આશુ સામે ગુજરાતમાં 90થી વધુ ગુના નોંધાયા છે અને 19 ગુનામાં બુટલેગર વૉન્ટેડ (Wanted Bootlegger) છે. વિકાસ સહાયે Gujarat First સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બુટલેગરના બેનંબરી આર્થિક વ્યવહારો જાણવા જરૂરી હોવાથી તેમજ તપાસના મૂળ સુધી પહોંચી શકાય તે માટે તમામ કેસોની તપાસ એક જ એજન્સીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુટલેગરે દારૂના ધંધામાંથી મેળવેલી સંપતિ શોધી તેની આર્થિક કમરતોડી નાંખવામાં આવશે.

આ પણ વાંચો – Narayan Sai : જનમટીપના કેદીને જેલમાંથી કાઢવા મહાઠગે 65 કરોડમાં કર્યો હતો સોદો

આ પણ વાંચો – Lok Sabha : ચૂંટણીમાં ચૌરે ચૌટે આ એક જ ચર્ચા….! વાંચો આ અહેવાલ

Whatsapp share
facebook twitter