+

Special Polling Booth: માત્ર એક મત માટે ખાસ પોલિંગ બૂથની વ્યવસ્થા, જાણો કોણ છે આ એક મતદાતા?

Special Polling Booth, Gir Somnath: ગુજરાતમાં કાલે લોકશાહીના મહાપર્વની ઉજવણી થવાની છે. આ મહાપર્વમાં મતદાન કરવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે…

Special Polling Booth, Gir Somnath: ગુજરાતમાં કાલે લોકશાહીના મહાપર્વની ઉજવણી થવાની છે. આ મહાપર્વમાં મતદાન કરવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેવાડાના ગામડાંઓમાં પણ મતદાન કરવા માટે લોકો ઉત્સુક છે. નોંધનીય છે કે, આવતીકાલે રાજ્યભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને લઈને મધ્ય ગીરમાં એક મત માટે પણ પોલિંગ બૂથ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાય તેવી તૈયારી કરવામાં આવી છે.

બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ

માત્ર એક જ મત માટે પોલિંગ બૂથની ખાસ વ્યવસ્થા

તમને જણાવી દઈએ કે, દેશ અને દુનિયામાં આ જગ્યા જાણીતી છે. કારણ કે, દર વર્ષે અહીં માત્ર એક જ મત માટે પોલિંગ બૂથ રાખવામાં આવે છે. નોંધનીય છે કે, એક માત્ર મતથી જાણીતા બનેલા ગીરમાં આવતી કાલે હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. ઉના તાલુકાના આ ગીર જંગલમાં આવેલા બાણેજમાં માત્ર એક મતદાતા માટે મતદાન મથક (Special Polling Booth) ઉભુ કરવામાં આવે છે. નોંધનીય છે કે, મધ્ય ગીરમાં બિરાજતા બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ આ વિસ્તારના એક માત્ર મતદાતા છે. આ એક મત માટે પ્રશાસન દ્વારા અહી આખે આખું પોલિંગ બૂથ ઊભુ કરવામાં આવ્યું છે. જેથી આવતીકાલે હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અહી વર્ષો થી ચૂંટણી પંચ એક મત માટે આખે આખું પોલિંગ બૂથ ઊભુ કરે છે.

Mahant Haridas Bapu of Banej Mahadev Temple

અહીં ફોસાઇડીગ ઓફિસર સહિત 8 લોકો હાજર રહે છે

ચૂંટણી પંચ દ્વારા અનેક વર્ષોથી અહીના એક મતદાતા માટે મધ્ય ગીરની વચ્ચે પોલિંગ બૂથ ઊભુ કરે છે. અહીના પૂર્વ મહંત ભરતદાસ બાપુ એક માત્ર મતદાતા હતા જેનું અવસાન થતા હવે તેના શિષ્ય હરિદાસ બાપુ અહીં વસવાટ કરે છે અને તે હવેથી અહીના એક માત્ર મતદાતા તરીકે ઓળખાય છે. આ બૂથ પર ફોસાઇડીગ ઓફિસર સહિત કુલ 8 જેટલા લોકો સ્ટેન્ડ બાય રહે છે. આ સાથે અહીં સિંહ અને દીપડા સહિતના હિંસક પ્રાણીઓ હોવાના કારણે વન વિભાગનો સ્ટાફ પણ ખડે પગે રહે છે.

એક મત હોવાના કારણે 100 ટકા મતદાન થાય છે

તમને જણાવી દઇએ કે, આ મતદાન મથક ગીર સોમનાથના જામવાળા ગીરથી અમરેલી ગીરની મધ્યમાં આવેલું છે. નોંધનીય છે કે, જામવાળાથી આશરે 25 કિમી ગાઢ મધ્ય ગીરમાં આ મતદાન મથક એક મત માટે ઊભું કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે, અહીં એક મત હોવાના કારણે 100 ટકા મતદાન થાય છે.પરંતુ મતગણતરી સમયે આ મત મહંત શ્રીએ કોને આપ્યો તે ખુલ્લો પડી જાય છે.

આ પણ વાંચો: Surat: 13 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબવાથી થયું મોત, પરિવારમાં શોકનો માહોલ

આ પણ વાંચો: VOTING DAY : આવતીકાલે 12.20 લાખ યુવા મતદારો બનશે નિર્ણાયક

આ પણ વાંચો: Ahmedabad: ‘શરિયા કાયદો’ લાગુ કરાવવા બોમ્બની ધમકી! જાણો કોણે કર્યો હતો મેઈલ?

Whatsapp share
facebook twitter