+

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બનશે તોફાની, કોંગ્રેસે ઘડી આ રણનીતિ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર માર્ચ મહિનામાં યોજવવાનું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર પ્રથમ વખત બજેટ રજૂ કરશે. ત્યારે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે પણ તખ્તો તૈયાર કરી લીધો છે.  વિપક્ષ નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતમાં કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ હતી. જેમાં સરકારને à
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર માર્ચ મહિનામાં યોજવવાનું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર પ્રથમ વખત બજેટ રજૂ કરશે. ત્યારે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે પણ તખ્તો તૈયાર કરી લીધો છે.  વિપક્ષ નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતમાં કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ હતી. જેમાં સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.
 
કોંગ્રેસ અંદાજીત એક મહિના સુધી ચાલનારા સત્ર દરમિયાન સરકાર સામે અલગ-અલગ રીતે દેખાવો કરી વિરોધ કરશે .ત્યારે સત્રના પ્રથમ દિવસે જ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. તેમજ કોરોનાની બીજી લહેર દરમિયાન સમગ્ર રાજ્યમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તેમજ અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા તે મુદ્દે પણ વિરોધ કરાશે. તો તાઉતે વાવાઝોડા બાદ ખેડુતોને યોગ્ય વળતર નહીં મળવા સહિત  બેરોજગરી, ભરતી પ્રક્રિયામાં વિલંબની સાથે જ પેપર લીક કાંડ, કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સહિતના મુદ્દાઓ બજેટ સત્રમાં ઉઠાવશે. અને સરકારને ઘેરશે. સરકારને ઘેરવા કોંગ્રેસ તેના ધારાસભ્યોના અલગ-અલગ જૂથ બનાવશે. જેમાં એક ટીમમાં 3 થી4 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવશે. બજેટસત્ર દરમ્યાન અમદાવાદથી ગાંધીનગર સુધી કોંગ્રેસ દ્વારા પદયાત્રા પણ યોજવામાં આવશે.
Whatsapp share
facebook twitter