+

SURESH RAINA ના પરિવાર ઉપર તૂટયો દુખનો પહાડ, બની આ અમંગળ ઘટના

SURESH RAINA BROTHER DEATH : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અને ચેન્નાઈ સુપર કિંગ્સના CHINNA THALA કહેવાતા SURESH RAINA ના પરિવાર ઉપર આફત આવી છે. SURESH RAINA હાલ IPL 2024…

SURESH RAINA BROTHER DEATH : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અને ચેન્નાઈ સુપર કિંગ્સના CHINNA THALA કહેવાતા SURESH RAINA ના પરિવાર ઉપર આફત આવી છે. SURESH RAINA હાલ IPL 2024 માં કોમેન્ટ્રી કરી રહેલા છે, ત્યારે રૈનાના ભાઈનું ( મામાનો દીકરો ) હિમાચલ પ્રદેશના કાંગડામાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. રૈનાના ભાઈને ટક્કર માર્યા બાદ ટેક્સી ડ્રાઈવર ભાગી ગયો હતો અને બાદમાં તેની અટકાયત કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ અકસ્માત ટેક્સી અને સ્કૂટર વચ્ચે થયો હતો.

હિટ એન્ડ રનમાં SURESH RAINA ના ભાઈનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, આ હિટ એન્ડ રનનો મામલો છે; જ્યાં બે યુવકોના મોત થયા છે. સમગ્ર ઘટના એમ છે કે, રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ગગ્ગલ ખાતે હિમાચલ ટિમ્બરના સ્કૂટરને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માત બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરી હતી. સ્કૂટર પર સવાર યુવકને ટક્કર મારીને ટેક્સી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરાર આરોપીનો પીછો કર્યા બાદ મંડીમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપીનું નામ શેર સિંહ હોવાનું કહેવાય છે. અકસ્માતમાં બંને સ્કૂટર સવારોના મોત થયા હતા, જેમાં એકનું નામ સૌરવ કુમાર અને બીજાનું નામ શુભમ હોવાનું કહેવાય છે. સૌરવ ગગ્ગલ અને શુભમ કુથમાના રહેવાસી હોવાનું કહેવાય છે.

સુરેશ રૈનાનું માતુશ્રીનું ઘર હિમાચલમાં છે

હિમાચલનું ગગ્ગલ સુરેશ રૈનનું માતુશ્રી ઘર છે. આ દિવસોમાં રૈના IPL 2024માં કોમેન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. સુરેશ રૈનાના મામાના દીકરાનું અવસાન થવા તે રૈના અને તેના પરિવાર માટે આ ખરેખર દુઃખદ સમાચાર છે.

આ પણ વાંચો : Gym in Varanasi: જીમમાં વર્કઆઉટ કરતા કાળ ભરખી ગયો, સામે આવ્યો હૃદય કંપાવતો Video

Whatsapp share
facebook twitter