+

Neanderthal woman: 75 હજાર વર્ષ જુનિ ખોપડીમાંથી બનાવાયો મહિલાનો અસલ ચહેરો

Neanderthal woman: બ્રિટેન (Britain) ના પુરાતત્વવિદોની એચ ટીમ દ્વારા 75,000 વર્ષ જુની મહિલાની ખોપડી (Skull) પરથી તેના મૂળ ચહેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને સંલગ્ન ફોટો પણ જાહેર કરવામાં…

Neanderthal woman: બ્રિટેન (Britain) ના પુરાતત્વવિદોની એચ ટીમ દ્વારા 75,000 વર્ષ જુની મહિલાની ખોપડી (Skull) પરથી તેના મૂળ ચહેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને સંલગ્ન ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે. 2 મેના રોજ નિએન્ડરથલ આદિમ પ્રજાતિ (Neanderthal primitive species) ઓની એક મહિલાના ચહેરાને ફરીથી દુનિયા સામે રજૂ કરવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ મહિલાના ચહેરાને ખોપડી (Skull) વડે બનાવવામાં આવ્યો હતો.

  • મહિલાની ખોપડી ગુફામાંથી એક પથ્થર નીચેથી મળી આવી હતી

  • 40 હજાર વર્ષ પહેલા રહસ્યમય રીતે લોકોનું મોત થયું

  • નિએન્ડરથલ આદિમ પ્રજાતિઓના અને માનવ DNA એક સરખા

આ મહિલાની ખોપડી (Skull) વર્ષ 2018 માં ઈરાકના કુર્દિસ્તાન ક્ષેત્રની એક ગુફામાંથી મળી આવી હતી. આ મહિલાનું આશરે 40 વર્ષની ઉંમરમાં મોત થયું હતું. આ મહિલાની ખોપડી ગુફામાંથી એક પથ્થર નીચેથી મળી આવી હતી. એવું માનવમાં આવે છે આ મહિલાના શરીરના બાકીના ભાગ 1960 માં એક ખોદકામ કરતા મળી આવ્યા હતા. અમેરિકન પુરાતત્વવિદ રાલ્ફ સોલેકીને એ સમયગાળામાં કુલ 10 વ્યક્તિઓના અવશેષો મળી આવ્યા હતા.

આ પણ વાંચો: America Gold Treasure: કબરનું ખોદકામ કરતા મળી આવ્યો સોનાનો ખજાનો, પ્રાચીન ગાથા બની સત્ય

40 હજાર વર્ષ પહેલા રહસ્યમય રીતે લોકોનું મોત થયું

અમેરિકન પુરાતત્વવિદે જણાવ્યું છે કે, 40 હજાર વર્ષ પહેલા રહસ્યમય રીતે તમામ નિએન્ડરથલ આદિમ પ્રજાતિ (Neanderthal primitive species) ઓના લોકોનું મોત થયું હતું. આ મહિલાના મૃત્યુ સમયે તુરંત મોટો પથ્થર પડ્યો હતો. કેમ્બ્રિજના મેકડોનાલ્ડ ઇન્સ્ટિટ્યુટ ફોર આર્કિયોલોજિકલ રિસર્ચ પ્રોફેસર ગ્રીમ બાર્કરે શનિદર જેડ ખોપરીના ખોદકામનું નેતૃત્વ કર્યું હતું. પ્રોફેસર બાર્કરે કહ્યું કે ટીમને ક્યારેય અપેક્ષા નહોતી કે તેઓ નિએન્ડરથલ આદિમ પ્રજાતિ (Neanderthal primitive species) ઓનીને મળી શકશે.

આ પણ વાંચો: America: કળિયુગના પિતાની હેવાનિયત! 6 વર્ષના દીકરા સાથે એવું કર્યું કે થઈ ગયું મોત

નિએન્ડરથલ આદિમ પ્રજાતિઓના અને માનવ DNA એક સરખા

આ મહિલાની ખોપડી ગુફાની વચ્ચે એક ચટ્ટાનના નીચે આશરે હજારો વર્ષો પહેલા દબાઈ ગયો હતો. આ ગુફામાં કુલ 5 નિએન્ડરથલ આદિમ પ્રજાતિ (Neanderthal primitive species) ઓના અવશેષો મળી આવ્યા હતા. અમેરિકન પુરાતત્વવિદનું માનવું છે કે, આ ચટ્ટાનનો ધુમંતુ પ્રજાતિના નિએન્ડરથલ એક ઓળખ તરીકે ઉપયોગ કરતા હતા અને નિએન્ડરથલ આદિમ પ્રજાતિ (Neanderthal primitive species) ઓને અહીં દફનાવવામાં આવતા હતા. નિએન્ડરથલ આદિમ પ્રજાતિઓની ખોપડી માનવીય ખોપડીઓ કરતા ઘણી અલગ હતી. તે ઉપરાંત આજે જીવિત દરેક વ્યક્તિઓમાં નિએન્ડરથલ આદિમ પ્રજાતિ (Neanderthal primitive species) ઓના DNA ની અસર જોવા મળે છે.

આ પણ વાંચો: Thailand : પોતાના જ દત્તક પુત્ર સાથે રોમાન્સ માણતી રાજનેતા…!

Whatsapp share
facebook twitter