+

America: કળિયુગના પિતાની હેવાનિયત! 6 વર્ષના દીકરા સાથે એવું કર્યું કે થઈ ગયું મોત

America: અમેરિકામાં એક ચોંકાવનારો બનાવ બન્ય છે. આ બનાવમાં કળિયુગના પિતાની હેવાનિયત સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે પોતાના 6 વર્ષના દીકરા માટે પિતા પર હત્યાનો આરોપ લાગ્યો છે. કોર્ટ…

America: અમેરિકામાં એક ચોંકાવનારો બનાવ બન્ય છે. આ બનાવમાં કળિયુગના પિતાની હેવાનિયત સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે પોતાના 6 વર્ષના દીકરા માટે પિતા પર હત્યાનો આરોપ લાગ્યો છે. કોર્ટ પણ આ પિતાના હેવાનિયત જોઈને ચોંકી ગઈ હતી. આ પિતાએ પોતાના 6 વર્ષના દીકરાને ટ્રેડમિલ પર એટલો દોડાવ્યો કે તેનું મોત થઈ ગયું. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. કોર્ટમાં આ વીડિયોના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ વીડિયોમાં આરોપી પોતાના દીકરાને ટ્રેડમિલ પર સતત દોડાવી રહ્યો છે.

ન્યાયાધીશે પિતાને આજીવન કેદની સજા ફટકારી

નોંધનીય છે કે, ટ્રેડમિલ પર સતત દોડતાથી તે વારંવાર પડતો રહ્યો અને ઈજાગ્રસ્ત થતો રહ્યો, પરંતુ દરેક વખતે તેના પિતા તેને ઉપાડી લેતા અને દોડવા માટે ફરીથી ટ્રેડમિલ પર ઉભા કરી દેતા. જજ પણ આ ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકની માતા રડવા લાગી. આરોપીની ઘટનાને ગંભીર અને અત્યંત ક્રૂર ગણાવીને ન્યાયાધીશે તેને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના 20 માર્ચ 2021ની છે જેમાં પોતાના 6 વર્ષના દીકરાની હત્યા કરવા માટે 01 મે, 2024ના રોજ મંગળવારે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો અને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસમાં માતા પ્રથમ સાક્ષી બની હતી

તમને જણાવી દઈએ કે, બાળકની માતા ટ્રાયલ દરમિયાન તેના પતિ વિરુદ્ધ જુબાની આપનાર પ્રથમ સાક્ષી હતી. જીમનો વીડિયો પરેશાન કરતો હતો અને તે ફૂટેજ જોઈને રડવા લાગી હતી. બાળકના પિતાને લાગતું હતું કે તે શરીરમાં વધારે મોટો થઈ ગયો છે, જેથી તેને પાતળો કરવા માટે પરાણે ટ્રેડમિલ પર દોડાવી રહ્યા હતા. નોંધનીય છે કે, જ્યારે બાળકની માતાએ તેની સ્થિતિ જોઈ, ત્યારે તે 2 એપ્રિલ, 2021 ના ​​રોજ પુત્રને ડૉક્ટર પાસે લઈ ગઈ, જ્યાં છોકરાએ કહ્યું કે તેના પિતાએ તેને ટ્રેડમિલ પર દોડવા માટે દબાણ કર્યું કારણ કે તે ખૂબ જાડો હતો. બીજા દિવસે, ક્રિસ્ટોફર તેના પુત્રને ફરીથી હોસ્પિટલમાં લાવ્યો. તેણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને સતત ઉબકા આવી રહ્યા હતા. સ્કેન દરમિયાન તેને આંચકી આવવા લાગી અને તેનું મૃત્યુ થયું.

આ પણ વાંચો: WHO એ જાહેર કરેલા રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો! બાળકોમાં થઈ રહી છે આવી અસરો

આ પણ વાંચો: Vietnam : જળાશયમાં એક સાથે 200000 માછલીઓ મૃત્યુ પામી, જાણો શું છે કારણ

આ પણ વાંચો: Thailand : પોતાના જ દત્તક પુત્ર સાથે રોમાન્સ માણતી રાજનેતા…!

Whatsapp share
facebook twitter