+

ધોરણ-3માં અભ્યાસ કરતી 8 વર્ષની ભારતીય દીકરીએ, 27 વર્ષના રશિયાના બોક્સરને આપી મ્હાત, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

    હરિયાણાના સોનીપતમાં સેક્ટર-23માં રહેતી 8 વર્ષીય માર્ટીન મલિકે વિશ્વસ્તર પર પોતાનું નામ રોશન કર્યું છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી માર્ટિના મલિકે એક નહીં બે નહીં પરંતુ 8 વર્લ્ડ રેકોર્ડ અને 3 એશિયા રેકોર્ડ પોતાના નામે કરી તમામના દિલ જીતી લીધા છે. માર્ટિન મલિકે લોકડાઉન દરમિયાન અઢી વર્ષ પહેલા ઘર પર જ પ્રેક્ટિસ કરી હતી. અને હવે ભારત અને એશિયા નહીં, પરંતુ વર્લ્ડ રેકોર્ડ તોડી કિક બો

 

 

હરિયાણાના સોનીપતમાં સેક્ટર-23માં રહેતી 8 વર્ષીય માર્ટીન મલિકે
વિશ્વસ્તર પર પોતાનું નામ રોશન કર્યું છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી માર્ટિના મલિકે
એક નહીં બે નહીં પરંતુ 8 વર્લ્ડ રેકોર્ડ અને 3 એશિયા રેકોર્ડ પોતાના નામે કરી તમામના
દિલ જીતી લીધા છે. માર્ટિન મલિકે લોકડાઉન દરમિયાન અઢી વર્ષ પહેલા ઘર પર જ પ્રેક્ટિસ
કરી હતી. અને હવે ભારત અને એશિયા નહીં
, પરંતુ વર્લ્ડ રેકોર્ડ તોડી કિક બોક્સિંગમાં નવો ઇતિહાસ રચી દીધો
છે.

 

કિક બોક્સિંગમાં વર્લ્ડ રેકેોર્ડ બનાવ્યા બાદ માર્ટિનને લંડનની
પાર્લિયામેન્ટ માર્ચ મહિનામાં મહિનામાં સન્માનિત કરશે. માર્ટિનના પરિવારજન હરિયાણા
સરકાર પાસે મદદ પણ માગી રહ્યાં છે. જેથી ભવિષ્યમાં માર્ટિન સારું પ્રદર્શન કરી ઓલિમ્પિકમાં
દેશનું નામ રોશન કરે.

 

રશિયાના પાવેલનો તોડ્યો રેકોર્ડ

કોરોના મહામારીના કારણે જે સમયે પ્રથમ લોકડાઉન લાગ્યું હતું.
ત્યારે લોકો મૂંઝાતા હતા કે હવે શું કરવું. તે જ સમયે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરકી માર્ટિન
મલિક પોતાના પિતાની મદદથી કિક બોક્સિગની પ્રેક્ટિસ કરી હતી. અને તેણે રશિયાના પાવેલનો
પણ રેકોર્ડ તોડી નાખ્યું છે. એટલું જ નહીં માર્ટિન મલિકે ભારતના 2
, એશિયાના 2 અને સાથે જ કિક બોક્સિંગમાં
વિશ્વ સ્તર પર 8 રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

 

કિક બોક્સિંગમાં 3 મિનિટમાં 318 પંચ કરવાનો રેકોર્ડ રશિયાના
પાવેલના નામે હતો. જ્યારે તેની ઉંમર 27 વર્ષ છે. તેની સામે માત્ર 8 વર્ષની માર્ટિન
મલિકે 3 મિનિટમાં 1 હજાર 105 પંચ કરી વર્લ્ડ રેકોર્ડ ખુદના નામે કર્યો છે.

 

Whatsapp share
facebook twitter