+

PM MODI : ગુજરાતમાં આવતીકાલથી ઝંઝાવાતી પ્રચાર શરુ

PM MODI : ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે અને હવે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પક્ષોનું શિર્ષ નેતૃત્વ ગુજરાત આવી રહ્યું છે. વડાપ્રધાન…

PM MODI : ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે અને હવે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પક્ષોનું શિર્ષ નેતૃત્વ ગુજરાત આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) આવતીકાલથી 2 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે અને તેઓ વિવિધ સ્થળો પર જાહેરસભાને સંબોધન કરીને ગુજરાતને ગજવી દેશે.

બપોરે 3.30 વાગે ડીસામાં જાહેરસભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આગામી 2 દિવસમાં તેઓ ગુજરાતમાં 6 સભા ગજવશે. વડાપ્રધાન આવતીકાલે બપોરે 3.30 વાગે ડીસા પહોંચશે અને ડીસામાં પીએમ મોદી જાહેરસભાને સંબોધન કરશે અને ગુજરાતમાં પોતાના ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરશે.

સાંજે 5 વાગે હિંમતનગરમાં જાહેરસભાને સંબોધન

ડીસાને જાહેરસભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદી સાબરકાંઠા જવા રવાના થશે. તેઓ સાંજે 5 વાગે હિંમતનગરમાં જાહેરસભાને સંબોધન કરશે. હિંમતનગરની સભા પૂરી કરી વડાપ્રધાન ગાંધીનગર જશે અને રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

રાત્રી રોકાણ દરમિયાન પક્ષના વરિષ્ટ નેતાઓ સાથે ખાસ બેઠક કરી શકે

પીએમ મોદી રાજભવન ખાતે પોતાના રાત્રી રોકાણ દરમિયાન પક્ષના વરિષ્ટ નેતાઓ સાથે ખાસ બેઠક કરી શકે છે અને ગુજરાતની સ્થિતિનો ચિતાર મેળવી શકે છે. ગુજરાતમાં ચાલી રહેલા પ્રચાર સહિતની બાબતો પર પીએમ મોદી સમિક્ષા કરી શકે છે

સવારે 11 વાગે આણંદમાં જાહેરસભાને સંબોધન

ત્યારબાદ પીએમ મોદી ગુરુવારે રાજભવનથી નિકળીને આણંદ પહોંચશે. તેઓ ગુરુવારે સવારે 11 વાગે આણંદમાં જાહેરસભાને સંબોધન કરશે. આણંદમાં સભાને સંબોધ્યા બાદ પીએમ સુરેન્દ્રનગર જશે અને બપોરે 1 વાગે તેઓ સુરેન્દ્રનગરમાં જાહેરસભાને સંબોધન કરશે.

બપોરે 3.30 વાગે જૂનાગઢ ખાતે જાહેરસભાને સંબોધન

સુરેન્દ્રનગરથી વડાપ્રધાન જૂનાગઢ જવા રવાના થશે. વડાપ્રધાન બપોરે 3.30 વાગે જૂનાગઢ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. જૂનાગઢનો કાર્યક્રમ પૂરો કરીને તેઓ જામનગર જશે અને સાંજે 5 વાગે જામનગરમાં વિશાળ જાહેરસભાને સંબોધન કરશે

જામનગરમાં સાંજે 5 વાગે જાહેરસભાને સંબોધન

વડાપ્રધાન જામનગરમાં સાંજે 5 વાગે જાહેરસભાને સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.

આ પણ વાંચો—– Arjun Modhwadia: અર્જુન મોઢવાડિયાએ PM નરેન્દ્ર મોદી સાથેની યાદો કરી તાજા, જાણો શું કહ્યું?

આ પણ વાંચો—- Fake Video મામલે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની પ્રેસ કોન્ફરન્સ, જણાવી સમગ્ર હકીકત

આ પણ વાંચો—- ED, CBI તમારી કઠપૂતળી હતી, તો પછી ચૂંટણી કેમ હાર્યા, કોંગ્રેસના આરોપો પર PM મોદીએ કહ્યું…

Whatsapp share
facebook twitter