+

VADODARA : શહેર ભાજપના નવા કાર્યાલયના ઉદ્ધાટન માટે હજી રાહ જોવી પડશે

VADODARA : વડોદરા શહેર ભાજપ (VADODARA CITY BJP) દ્વારા કારેલીબાગ વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓથી સભર કાર્યાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન તાજેતરમાં હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ…

VADODARA : વડોદરા શહેર ભાજપ (VADODARA CITY BJP) દ્વારા કારેલીબાગ વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓથી સભર કાર્યાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન તાજેતરમાં હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વડાપ્રધાન મોદીના (PM MODI IN GUJARAT) ચૂંટણીલક્ષી પ્રવાસને કારણે તે હાલ મોકુફ રાખવામાં આવ્યું છે. આવનાર સમયમાં તેનું જલ્દી ઉદ્ધાટન થાય તેવા પ્રયાસો હાલ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ભાજપના ત્રણ માળના કાર્યાલય પૈકી હાલ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર જ તૈયાર થઇ શક્યો છે.

કાર્યાલયનું બાંધકામ ચાલી રહ્યું છે

ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક શહેર-જિલ્લાઓમાં કાર્યાલય સ્થાપવાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત દેશમાં સૌથી આગળ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેવામાં વડોદરા જિલ્લાના ભાજપ કાર્યાલયનું સી. આર. પાટીલના હસ્તે ઉદ્ધાટન થઇ ચુક્યું છે. વડોદરા શહેર ભાજપના કાર્યાલયનું બાંધકામ ચાલી રહ્યું છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભાજપ શહેર કાર્યાલયનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કાર્યાલયમાં ત્રણ વિવિધ ફ્લોર હશે, હાલ આ કાર્યાલયનો પ્રથમ ફ્લોર તૈયાર છે. અન્ય ફ્લોર પર કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સ્થિતીમાં કાર્યાલયનું ઉદ્ધાટન કાર્ય હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સી. આર. પાટીલના હસ્તે ઉદ્ધાટન થાય તેવા પ્રયાસો

સુત્રોના જણાવ્યા અનુસાર, કાર્યાલયના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રમુખ સહિત વિવિધ મોરચાના પ્રમુખની ઓફિસ છે. અહિંયા અંદાજીત એક હજાર લોકોની હાજરી સાથે મીટિંગ લઇ શકાય જેટલો મોટો હોલ સહિતની સુવિધાઓ છે. આ કાર્યાયલનું ઉદ્ધાટન કરવાની તાજેતરમાં તૈયારીઓ હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ચૂંટણીલક્ષી પ્રવાસને લઇને હાલ તબક્કે પ્રોગ્રામ મોકુફ રાખવામાં આવ્યો છે. હાલ સયાજીગંજમાં જે કાર્યાલય છે, ત્યાં પાર્કિંગ અને મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી વચ્ચે બેઠકની સુવિધાનો અભાવ હતો. જેવી અનેક બાબતોને ધ્યાને રાખીને નવીન કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. સુત્રો ઉમેરી રહ્યા છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે ઉદ્ધાટન થાય તેવા પ્રયાસો હાલ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : સિગારેટના પૂરા પૈસા માંગતા યુવકે બંદુક કાઢી

Whatsapp share
facebook twitter