+

CSK ના ફેન બન્યા Google ના CEO સુંદર પિચાઈ, ટ્વીટ કરી ટીમને શુભેચ્છા પાઠવી

IPL-2023માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે અભૂતપૂર્વ જીત હાંસલ કરી છે. આ સાથે ધોનીએ ફરી એકવાર IPLમાં પોતાની કિંગશિપ સાબિત કરી દીધી છે. સોમવારે રાત્રે રમાયેલી આ રોમાંચક મેચમાં CSKએ…

IPL-2023માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે અભૂતપૂર્વ જીત હાંસલ કરી છે. આ સાથે ધોનીએ ફરી એકવાર IPLમાં પોતાની કિંગશિપ સાબિત કરી દીધી છે. સોમવારે રાત્રે રમાયેલી આ રોમાંચક મેચમાં CSKએ ગુજરાત ટાઇટન્સ (GT) ને પાંચ વિકેટે હરાવ્યું હતું. IPL નો ક્રેઝ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે તેનો અંદાજો સ્ટેડિયમમાં હાજર લોકોની ભીડ પરથી લગાવી શકાય છે. આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની પોતાની અદભૂત ફેન ફોલોઈંગ પણ છે, જેમાંથી એક Google ના CEO સુંદર પિચાઈ (Sundar Pichai) છે. આ જ કારણ છે કે ચેન્નઈ સુપર કિંગ્સની જીત બાદ તેણે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

અભિનંદન CSK! : સુંદર પિચાઈ

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં CSK ટીમ ફરી એકવાર વિજેતા બની છે. ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2023નું ટાઇટલ જીત્યું છે. IPLમાં ધોનીએ ફરી એક વાર પોતાની કિંગશિપ સાબિત કરી છે. આ સાથે CSK ટીમે પાંચમી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું છે. એક રોમાંચક મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ (GT) ને 5 વિકેટે હરાવ્યું. જીત બાદથી જ ચેન્નઈની ટીમને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. હવે આ કડીમાં વધુ એક નામ ઉમેરાયું છે. ચેન્નઈએ ફાઈનલ જીતતાની સાથે જ Google ના CEO સુંદર પિચાઈએ ટ્વીટ કરીને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી. CSK એ ઐતિહાસિક મેચ જીતી ત્યારે સુંદર પિચાઈએ પણ અભિનંદન પાઠવ્યા હતા. પિચાઈએ ટ્વીટ કર્યું, “શું ફાઈનલ હતી! હંમેશની જેમ ગ્રેટ Tata IPL, અભિનંદન CSK! GT આવતા વર્ષે વધુ મજબૂત બનીને આવશે. જણાવી દઈએ કે વરસાદથી પ્રભાવિત મેચમાં ચેન્નઈને છેલ્લા બે બોલમાં જીતવા માટે 10 રનની જરૂર હતી. ત્યારે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો. તેણે મોહિત શર્માની બોલિંગમાં સિક્સર અને પછી ફોર ફટકારીને ચેન્નઈને ફાઇનલમાં જીત અપાવી હતી.

જાડેજાએ અંતિમ બોલ પર મેચ પલટી

ગુજરાત ટાઇટન્સ (GT) એ ચેન્નઈ સામે પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર નોંધાવ્યો હતો. ટીમે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, વરસાદ બાદ ડકવર્થ લુઈસ મેથડ લાગુ કરવામાં આવી હતી અને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ કરી દેવામાં આવ્યો હતો. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ પાંચ વિકેટના નુકસાને 171 રન બનાવ્યા અને આ સાથે ટ્રોફી પર કબજો કર્યો. જણાવી દઈએ કે, છેલ્લા બે બોલ પર મેચે ખૂબ જ રોમાંચક વળાંક લીધો કારણ કે ચેન્નઈને જીતવા માટે 10 રન બનાવવાના હતા અને માત્ર બે બોલ બાકી હતા. આ દરમિયાન ક્રિઝ પર રવિન્દ્ર જાડેજા હતો, તેણે મોહિત શર્માની બોલિંગમાં પહેલા સિક્સર અને પછી ફોર ફટકારીને CSK ને ફાઇનલમાં જીત અપાવી હતી.

ઉલ્લેખનીય છે કે, IPLની ફાઇનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT) વચ્ચે રમાવાની હતી, પરંતુ વરસાદના કારણે મેચ યોજાઈ શકી ન હોતી અને તેને સ્થગિત કરવામાં આવી હતી. પણ અનામત દિવસ એટલે કે 29 મે, ના રોજ પણ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો અને મેચ મોડી શરૂ થઈ હતી. આ દરમિયાન ગુજરાતે 214 રન બનાવ્યા અને ડકવર્થ લુઈસ નિયમના કારણે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો, જેને ચેન્નઈની ટીમે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી ચેમ્પિયન ટાઈટલ જીતી લીધું.

આ પણ વાંચો – થોડીવાર માટે તો ધોનીએ પણ જીતની આશા છોડી દીધી હતી, જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter