+

બે વર્ષમાં સરકારે ઉત્સવો પાછળ અધધ ખર્ચો કર્યો, જાણો કેટલા ખર્ચ્યા

રાજ્ય સરકાર દ્વારા  ઉજવવામાં આવતા વિવિધ પ્રકારના ઉત્સવો (festivals)માં કરોડો રુપિયાનો ખર્ચો કરાયો હોવાનું સામે આવ્યું છે. સરકારે વિવિધ ઉત્સવો પાછળ કરોડો રુપિયા ખર્ચ કર્યા છે તેમાં નવરાત્રી ઉત્સવ પાછળ બે વર્ષમાં 993.45 લાખ રુપિયાનો ખર્ચો કર્યો હોવાનું સામે આવ્યું છે.સરકારે આપ્યો જવાબહાલ વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે ત્યારે ગૃહમાં સરકારે વિવિધ પ્રકારના ઉત્સવોમાં કેટલો ખર્ચો થયો છે તેના àª
રાજ્ય સરકાર દ્વારા  ઉજવવામાં આવતા વિવિધ પ્રકારના ઉત્સવો (festivals)માં કરોડો રુપિયાનો ખર્ચો કરાયો હોવાનું સામે આવ્યું છે. સરકારે વિવિધ ઉત્સવો પાછળ કરોડો રુપિયા ખર્ચ કર્યા છે તેમાં નવરાત્રી ઉત્સવ પાછળ બે વર્ષમાં 993.45 લાખ રુપિયાનો ખર્ચો કર્યો હોવાનું સામે આવ્યું છે.
સરકારે આપ્યો જવાબ
હાલ વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે ત્યારે ગૃહમાં સરકારે વિવિધ પ્રકારના ઉત્સવોમાં કેટલો ખર્ચો થયો છે તેના આંકડા જાહેર કર્યા છે. સરકારે નવરાત્રી ઉત્સવ પાછળ બે વર્ષમાં સરકારે 993.45  લાખ રુપિયા ખર્ચ કર્યો છે, જ્યારે રણ ઉત્સવની પાછળ બે વર્ષમાં 2038.67  લાખનો ખર્ચ કર્યો છે. 
ધોળાવીરા ઉત્સવમાં 113.67 લાખ રુપિયાનો ખર્ચો
સરકારે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં 191.12 લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે. ઉપરાંત  રંગ છે મેઘાણી કાર્યક્રમમાં 48.6 લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે. સરકારે ગાંધી જયંતી પાછળ 75.15 લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે  ધોળાવીરા ઉત્સવમાં 113.67 લાખ રુપિયાનો ખર્ચો કર્યો છે.  
આઝાદી અમૃત મહોત્સવ દરમિયાન 627.32 લાખ રુપિયાનો ખર્ચ 
સરકારે આઝાદી અમૃત મહોત્સવ દરમિયાન 627.32 લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે.અને  શિવ વંદના પાછળ 19.47 લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ  તરણેતર મેળામાં 70.73 લાખ રુપિયાનો ખર્ચો કર્યો છે.  માધવપુર મેળામાં 802.83 લાખ રુપિયાનો ખર્ચો કર્યો છે.  
મેંગો ફેસ્ટિવલમાં 164.17 લાખનો ખર્ચો 
સરકારે શક્તિપીઠ પરીક્રમા કાર્યક્રમ પાછળ 491.03 લાખ રુપિયાનો ખર્ચો કર્યો છે અને  દશેરા ઉત્સવ પાછળ 63.77 લાખ રુપિયાનો ખર્ચો કર્યો છે.  ઉપરાંત  મેંગો ફેસ્ટિવલમાં 164.17 લાખનો ખર્ચો કર્યો છે.  
ડેકોરેશન પાછળ જ સરકારે 5531.45 લાખનો ખર્ચ
ચોંકાવનારી વાત તો એ છે કે  ઉત્સવોમાં માત્ર ડેકોરેશન પાછળ જ સરકારે 5531.45 લાખનો ખર્ચ કર્યો છે. 
વિદેશી પ્રવાસી ઓછા આવ્યા 
સરકારે વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો છે કે 2021માં માત્ર 76 વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા છે. 2022માં પણ માત્ર 389 વિદેશી પ્રવાસી ગુજરાતમાં આવ્યા હતા. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter