+

Gandhinagar : સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે આપી દિવાળી ભેટ, બોનસ તરીકે ચૂકવાશે આટલી રકમ!

વર્ગ-4 નાં કર્મચારીઓને રાજય સરકારની દિવાળી ભેટ (Gandhinagar) કર્મચારીઓને રૂ.7000 ની મર્યાદામાં બોનસ ચુકવાશે વર્ગ-4 નાં અંદાજે 17,700 થી વધુ કર્મીઓને લાભ મળશે મુખ્યમંત્રીએ નાણાં વિભાગને આ અંગે દિશાનિર્દેશ આપ્યા…
  1. વર્ગ-4 નાં કર્મચારીઓને રાજય સરકારની દિવાળી ભેટ (Gandhinagar)
  2. કર્મચારીઓને રૂ.7000 ની મર્યાદામાં બોનસ ચુકવાશે
  3. વર્ગ-4 નાં અંદાજે 17,700 થી વધુ કર્મીઓને લાભ મળશે
  4. મુખ્યમંત્રીએ નાણાં વિભાગને આ અંગે દિશાનિર્દેશ આપ્યા

Gandhinagar : દિવાળીનાં (Diwali 2024) તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકારે વર્ગ-4 નાં કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. માહિતી મુજબ, કર્મચારીઓને રૂ. 7 હજારની મર્યાદામાં બોનસ ચુકવાશે. આથી, વર્ગ-4 ના અંદાજે 17,700 થી વધુ કર્મીઓને આનો લાભ મળશે. કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઊજવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નાણાં વિભાગને દિશાનિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો – Ahmedabad : રિવરફ્રન્ટ ગાર્ડનની મુલાકાત લેતા પહેલા વાંચી લો આ સમાચાર, ફીમાં થયો આટલો વધારો!

કર્મચારીઓને રૂ.7000 ની મર્યાદામાં બોનસ ચુકવાશે

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) દિવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખીને વર્ગ-4 નાં કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કર્મચારીઓ દિવાળીનો તહેવાર ઉત્‍સાહપૂર્વક ઊજવી શકે તે માટે રાજ્ય સરકાર બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ, વર્ગ-4 નાં કર્મચારીઓને રૂ.7000 ની મહત્તમ મર્યાદામાં બોનસ ચુકવવામાં આવશે.

આ પણ વાંચો – ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ નાણાં વિભાગને આપ્યા દિશાનિર્દેશ

જણાવી દઈએ કે, રાજ્ય સરકારનાં (Gujarat Government) આ નિર્ણયથી વર્ગ-4 નાં અંદાજે 17,700 થી વધુ કર્મચારીઓને લાભ મળશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારનાં નાણાં વિભાગને જરૂરી આદેશો કરવાનાં દિશાનિર્દેશ પણ આપ્યા છે. રાજ્ય સરકારનાં આ નિર્ણયથી વર્ગ -4 નાં કર્મચારીઓની દિવાળીની ઉજવણીમાં વધારો થશે.

આ પણ વાંચો – Bharuch : અંકલેશ્વરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે પોલીસ કમિશનરના ચોંકાવનારા ખુલાસા!

Whatsapp share
facebook twitter