+

Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની 14મી નેશનલ કોન્ફરન્સ

Gandhinagar નાં મહાત્મા મંદિરે આવતીકાલે ખાસ સંમેલન 14 મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક સંમેલન યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે…
  1. Gandhinagar નાં મહાત્મા મંદિરે આવતીકાલે ખાસ સંમેલન
  2. 14 મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક સંમેલન યોજાશે
  3. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે
  4. રાજ્યોનાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સનાં વડાઓની કોન્ફરન્સ યોજાશે

ગાંધીનગરનાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) હાજરીમાં આવતીકાલે 14 મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક સંમેલન યોજાશે. આ સંમેલન દરમિયાન દેશનાં તમામ રાજ્યોનાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સનાં વડાઓની કોન્ફરન્સ યોજાશે. 22 અને 23 ઓક્ટોબરે યોજાનાર બે દિવસીય આ કોન્ફરન્સને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખુલ્લી મુકશે.

આ પણ વાંચો – Gandhinagar : સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે આપી દિવાળી ભેટ, બોનસ તરીકે ચૂકવાશે આટલી રકમ!

કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં 14મી નેશનલ કોન્ફરન્સનું આયોજન

ગાંધીનગરનાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે 14 માં અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) હાજરીમાં યોજાનાર આ સંમેલન દરમિયાન 22 અને 23 ઓક્ટોબરનાં રોજ 14 મી ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ-હોમગાર્ડઝ કોન્ફરન્સનું (14th National Conference) આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, 19 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહેશે. સાથે જ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રનાં મહાનુભાવો પણ હાજરી આપશે.

આ પણ વાંચો – Ahmedabad : રિવરફ્રન્ટ ગાર્ડનની મુલાકાત લેતા પહેલા વાંચી લો આ સમાચાર, ફીમાં થયો આટલો વધારો!

નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની કામગીરી, પોલીસી પર મંત્રણા

માહિતી મુજબ, આ કોન્ફરન્સમાં 60 થી વધુ વરિષ્ઠ અધિકારીઓ અને 1200 થી વધુ દળનાં સભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એક્ટ-2024 (Draft Civil Defense Act-2024) અને મોડલ હોમગાર્ડ પર ચર્ચા કરાશે. દરમિયાન, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની (Home Guard) કામગીરી, પોલીસી પર મંત્રણા થશે. સાથે જ રાષ્ટ્રનાં રક્ષણ અને કાયદા વ્યવસ્થા જાળવવા માટે આ દળની કામગીરીને ટેક્નોલોજી અને આધુનિક સાધનો દ્વારા વધુ મજબૂત બનાવવાનાં રસ્તાઓ પર ચર્ચા થશે. DG વિવેક શ્રીવાસ્તવ (DG Vivek Srivastava) અને સિવિલ ડિફેન્સનાં DG મનોજ અગ્રવાલે (DG Manoj Agrawal) આ માહિતી આપી છે. DG મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાતમાં હાલ 14 જિલ્લામાં સિવિલ ડિફેન્સ ચાલે છે. જ્યારે નવી જોગવાઈમાં રાજ્યનાં દરેક જિલ્લામાં સિવિલ ડિફેન્સનાં કામ માટે જોગવાઈ કરી છે.

આ પણ વાંચો – ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ : CM ભૂપેન્દ્ર પટેલ

Whatsapp share
facebook twitter