- અંતરિયાળ ગામોમાં એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ-ડિજિટલ સર્વિસ મળશે
- રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને ભારત નેટ પ્રોગ્રામ અન્વયે રૂ. 6 હજાર કરોડ મળશે
- કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગના યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડમાંથી મળશે સહાય
- નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર વચ્ચે MOC સંપન્ન
- કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ
Ahmedabad : ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારનાં ગામોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendra Modi) સંકલ્પનાનાં ડિજિટલ ભારત અન્વયે સાંકળી લઈ એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસિસ પૂરી પાડવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) દ્રષ્ટિવંત નેતૃત્વમાં અપનાવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે આ હેતુસર સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ ફેઝ-3 અંતર્ગત ભારત નેટ નેટવર્ક વધુ સુદ્રઢ કરવા માટે કેન્દ્ર સરકાર સાથે એક મહત્ત્વપૂર્ણ MOC એટલે કે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન કર્યા છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં આ મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MOC) કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia), ગુજરાતનાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Panseria) તથા સાયન્સ ટેકનોલોજી વિભાગનાં અગ્રસચિવ મોના ખંધાર આ MOC સાઇનિંગનાં અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
અંતરિયાળ ગામોમાં 98% થી વધુનો સર્વિસ અપટાઈમ હાંસલ કરવા MOC મદદરૂપ
સમગ્ર ગુજરાતનાં ડિજિટલ કનેક્ટિવિટી લેન્ડસ્કેપમાં સમાન કવરેજ માટે રાજ્ય સરકારની આગવી પહેલરૂપ ભારત નેટ ફેઝ-1 અને ફેઝ-2 તથા જિલ્લા વચ્ચેનાં ડિજિટલ ડીવાઇડને દૂર કરી અંતરિયાળ ગામોમાં પણ 98 ટકાથી વધુનો સર્વિસ અપટાઈમ હાંસલ કરવામાં આ MOC ઉપયુક્ત બનશે. આ માટે રાજ્ય સરકારનાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે 10 વર્ષનાં ગાળા માટે વન ટાઈમ કેપેક્સ અને આ સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ અન્વયે 6000 કરોડ રૂપિયા માટેનો DPR કેન્દ્ર સરકારને પ્રસ્તુત કર્યો છે. આ વિસ્તૃત DPRમાં સિગ્નલની શક્તિ વધારવા માટે ફાઇબર ટુ ફાર ફ્લંગ ટાવર ફાઇબરાઇઝેશન, કનેક્ટેડ અને ગ્રાસ રુટ લેવલ ગવર્નન્સ માટે ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ, ફાઇબર ટુ ફેમિલી જેવી સંપત્તિનાં વ્યાપક ઉપયોગ અને રાજ્યની આગેવાનીનાં નેટવર્ક ડિઝાઇન અને બહુ-પરિમાણીય અભિગમનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – Gandhinagar : ‘સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ’ હેઠળ વધુ 31 લાભાર્થીઓને રૂ.10 કરોડથી વધુની સહાય
“ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ” થી ગ્રામ્ય સ્તરે ડિજિટલ યુગનો પ્રારંભ
ગ્રામીણ આર્થિક સંભવિતતાઓને અનલૉક કરવા માટે ફાઇબર ટુ ફાઇનાન્સિયલ એન્ટરપ્રાઇઝિસ અને કનેક્ટેડ વિશ્વ સાથે નવી રોજગારીની તકોનાં સર્જનનો પણ આમા સમાવેશ થયેલો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2009 માં “ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ” (E-Gram Vishwagram Project) શરૂ કરાવીને ગ્રામ્ય સ્તરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી ડિજિટલ યુગનો પ્રારંભ કરાવ્યો હતો. તેમના નેતૃત્વમાં ગુજરાતે 2001 થી 2024 સુધી 23 વર્ષમાં જે વિકાસ ક્રાંતિ કરી છે તેની સફળતાની ઉજવણી રાજ્યભરમાં વિકાસ સપ્તાહ તા. 7 થી 15 ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી.
Attended the IT Ministers Conference in New Delhi today, in presence of Hon’ble Union Minister of Communications Shri @JM_Scindia Ji, Hon’ble Chief Ministers, State Government IT Ministers and IT Secretaries from various states. #IMC2024 #ITUWTSA#DigitalIndia pic.twitter.com/zD4j7cLuRn
— Praful Pansheriya (@prafulpbjp) October 15, 2024
15 ઓક્ટોબરે ગુજરાત અને ભારત સરકાર વચ્ચે MOC થયા
આ વિકાસ સપ્તાહ ઉજવણીના પૂર્ણાહુતિ દિવસે 15 ઓક્ટોબરે ગુજરાત અને ભારત સરકાર વચ્ચે થયેલા આ MOC વડાપ્રધાનના ડિજિટલ ભારત (Digital India) દ્વારા છેવાડાના વિસ્તારો સુધી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભિગમને સાકાર કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલા “ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ”ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વધુ ગતિશીલતાથી આગળ ધપાવ્યો છે. ભારત નેટ પર ઈ-ગવર્નન્સ સેવાઓને વ્યાપક રીતે આગળ વધારવામાં આવી છે. એટલું જ નહીં, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને ઘર આંગણે સરકારની વિવિધ સેવાઓ મળતી થઈ છે તેનો લાભ 1.6 કરોડ લોકોને આપ્યો છે.
આ પણ વાંચો – સરકારી કર્મચારીઓમાં આનંદો! Diwali ના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે લીધો આ મોટો નિર્ણય…
રાજ્યમાં 14 હજારથી વધુ ઈ-ગ્રામ કેન્દ્ર પર 320 થી વધુ સેવાઓ ઉપલબ્ધ
રાજ્યમાં 14 હજારથી વધુ ઈ-ગ્રામ કેન્દ્ર પર 320 થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે. હવે, ભારત નેટ ફેઝ-3 સાથે બાકીના ઇ-ગ્રામ કેન્દ્રોને 98 ટકાથી વધુ અપટાઈમ નેટવર્કની સુનિશ્ચિતતા સાથે હાઇબ્રિડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી થશે. રાજ્યમાં હાલના તબક્કે 7400 શાળાઓ, 600 જેટલા આરોગ્ય કેન્દ્રો, 300 થી વધુ પોલીસ ચોકીઓ, G.I.D.C., ટુરિસ્ટ પ્લેસીસ, પ્રદર્શન કેન્દ્રો વગેરેને ભારત નેટ ફેઝ-2 નેટવર્ક પર આવરી લઈને 50 સ્થળોને જોડવામાં આવ્યા છે. ઉપરાંત, દૂરનાં વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ સુધારવા માટે 160 થી વધુ ટેલિકોમ ટાવર ડાર્ક ફાઇબર લિઝિંગ સાથે ફાઈબરાઈઝ્ડ પણ છે. સુધારેલ ભારત નેટ (Bharat Net) પ્રોગ્રામનો રાજ્યમાં અમલ થતાં ગુજરાતે ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિનાં અપનાવેલા મોડેલની વિશેષતાઓ વધુ ઉજાગર થશે અને આ સેવાઓ સાતત્યતાપૂર્વક આગળ વધશે. આના પરિણામે ગુડ ગવર્નન્સ, ડિજિટલ સર્વિસ અને રાજ્ય સરકારની સંકલિત કાર્ય યોજનાઓનો વિશાળ હિતમાં લાભ અંતરિયાળ વિસ્તારો સુધી ટેલ્કોગ્રેડ નેટવર્કનાં નિર્માણથી પહોંચતો થશે.
આ પણ વાંચો – Gujarat : લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ