+

અંબાજી આવતા માઈ ભક્તો માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 8 કરોડનો વીમો લેવામાં આવ્યો

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.યાત્રાધામઅંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો 23 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો…

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.યાત્રાધામઅંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો 23 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો છે, મેળામાં લાખો પદયાત્રીઓની સુખ સુવિધા માટે કરાયેલી વ્યવસ્થા અંગે આજે અંબાજી મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોંફ્રેન્સ યોજી પત્રકારોને માહિતગાર કર્યા હતા.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 8 કરોડનો વીમો લેવામાં આવ્યો
શકિતપીઠ અંબાજી ખાતે આવનારા મહામેલાં માટે યાત્રિકોની સુરક્ષા માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આઠ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ મા જીલ્લા કલેકટર દ્વારા મીડિયાને માહીતી આપવામા આવી હતી.20 કિલોમીટર સુધી ભક્તો  કોઈ આકસ્મિક કારણસર ભોગ બને તો તેના માટે આ વીમો લેવામાં આવ્યો છે.

વરસાદની આગાહીને પગલે વોટરપ્રુફ ડોમની વ્યવસ્થા 

જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તેને લઈ મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે જયારે મંદિરમા દર્શન માટે પણ મહીલાઓ, સિનિયર સીટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે.અંબાજી મંદીર ખાતે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મેળા માટે 29 જેટલી અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે.આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઈ ભક્તો માટે આ વખતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

 

150 જેટલી રિક્ષાની વિના મૂલ્યે વ્યવસ્થા

પાર્કિંગ સ્થળ થી 51 શક્તિપીઠ સર્કલ સુઘી 150 જેટલી રિક્ષાની વિના મૂલ્યે વ્યવસ્થા કરાઇ છે. અંબાજી મંદિર ખાતે અને અલગ અલગ માર્ગ પર સુંદર રંગબેરંગી રોશની કરવામાં આવી છે.અંબાજી ધામ તરફના તમામ માર્ગો જેવા કે ખેડબ્રહ્મા – દાંતા તરફથી આવતા માઈ ભક્તો અંબાજી મંદિર સુધી આવી શકે તે માટે વિના મૂલ્યે રીક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.જયારે મીડિયા માટે અલાયદો કંટ્રોલ રૂમ પણ શરુ કરાશે તથા અંબાજી મંદિરના દર્શન સોશ્યિલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે

 

25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત

ખાસ કરીને 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે જેમાં નિષ્ણાંત ડોક્ટરોની પણ નિયુક્તિ આપવામાં આવી છે જયારે 256 જેટલા આરોગ્ય કર્મી પોતાની ફરજ બજાવશે. 11 જેટલી 108 એમ્બુલેન્સ ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલેન્સ પણ તૈનાત કરવામાં આવી છે આ સાથે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે, તેમજ પાણીની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે તેમજ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા મળે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે…

6500 ઉપરાંત પોલીસ કર્મીઓ રાખશે ચાંપતી નજર 

આ વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન પદ્ધતિમાં સંઘો તેમજ સેવા કેમ્પો અને મીડીયાને વાહન પાસ આપવામાં આવ્યા છે જયારે મેળામાં કાયદોને વ્યવસ્થા જળવાય તે માટે 6500 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે કેમેરા PTZ કેમેરા તેમજ બોડીવોન કેમેરા સાથે ખાનગી કેમેંટ મેનો મેળા દરમિયાન કાર્યરત થશે ઉપરાંત ખાસ કરીને લોકોને ઇમર્જન્સીમાં 100 નંબર ડાયલ કરવાથી સ્થાનિકમાં જ તાકીદનો પોલીસ સંપર્ક થઇ શકશે. અંબાજી આવતા માઈ ભક્તોને આ વખતે મહામેળામાં વીમા કવચથી સુરક્ષા અપાશે .શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આઠ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે .20 kmના એરિયામાં ભક્તોને કંઈ પણ થાય તો તેનો લાભ માઈ ભક્તોને મળી શકશે.

Whatsapp share
facebook twitter