+

આર્મીના નામે ટિફિન મંગાવી છેતરપિંડીનો પ્રયાસ પણ વેપારીની સતર્કતાએ નુકસાન થતું અટકાવ્યું, જાણો સમગ્ર ઘટના

મુન્દ્રામાં ભારતનું સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ આવેલું છે. મોટી કંપનીઓ ઉપરાંત નાના મોટા ઘણા ઉદ્યોગો આવેલા છે. જેમાં ભારતભરમાંથી લોકો રોજી રોટી કમાવવા આવે છે. જેના કારણે મુન્દ્રામાં વિવિધ રાજ્યોના લોકો વસવાટ કરે છે. મોટા ઉદ્યોગોના કારણે અહીં CISF, કોસ્ટ ગાર્ડ તેમજ કસ્ટમ વિભાગોની ઓફીસ પણ આવેલી છે.ઘટના-1આર્મીના નામે ટીફિનનો ઓર્ડર આપ્યોમુન્દ્રા શહેરમાં ટિફિન સર્વિસના સંચાલકને એક ફોન આ
મુન્દ્રામાં ભારતનું સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ આવેલું છે. મોટી કંપનીઓ ઉપરાંત નાના મોટા ઘણા ઉદ્યોગો આવેલા છે. જેમાં ભારતભરમાંથી લોકો રોજી રોટી કમાવવા આવે છે. જેના કારણે મુન્દ્રામાં વિવિધ રાજ્યોના લોકો વસવાટ કરે છે. મોટા ઉદ્યોગોના કારણે અહીં CISF, કોસ્ટ ગાર્ડ તેમજ કસ્ટમ વિભાગોની ઓફીસ પણ આવેલી છે.
ઘટના-1

આર્મીના નામે ટીફિનનો ઓર્ડર આપ્યો
મુન્દ્રા શહેરમાં ટિફિન સર્વિસના સંચાલકને એક ફોન આવે છે કે, અમે આર્મીના જવાન છીએ અને આજે અમારી મેસ બંધ હોવાના કારણે અમને 50 જેટલા ટિફિન પાર્સલ જોઈશે. આર્મીને લોકો સન્માન અને વિશ્વાસની દ્રષ્ટિ થી જોતા હોય છે આર્મીનું નામ સાંભળતા જ કહ્યું કે, કઈ વાંધો નહિ બની જશે ત્યારે સામે વ્યક્તિએ કહ્યું કે, અમને કાલે સવારે 11 વાગ્યા પહેલા બધા ટિફિન તૈયાર જોઈશે.
બેંક અને પાન કાર્ડની વિગત માંગી
સંચાલક સવારે પાંચ વાગે ઉઠીને પોતાના ગ્રાહકોના જે ટિફિન બનાવે છે તેની સાથે સાથે બીજા 50 ટિફિન પણ તૈયાર કરી દીધા હતા. પેમેન્ટ કરવા માટે વેપારીએ તેનો ગુગલ પે નંબર આપ્યો હતો પણ થોડી વાર પછી કોલ કરીને કહ્યું કે, UPIના સર્વરમાં કંઈક તકલીફ હોવાના કારણે પેમેન્ટ નથી થતું તેથી તમારો એકાઉન્ટ નંબર બેન્કનું નામ પાન કાર્ડ આપવાનું કહેતા ટિફિન સંચાલકએ તે વિગત આપવાનો ઇન્કાર કરી રોકડા રૂપિયા આપવા જણાવ્યું, તો સામે વાળા વ્યક્તિએ કહ્યું કે અમે રોકડ વ્યવહાર ન કરી શકીએ એટલે તમારો એકાઉન્ટ નંબર અને વિગત આપો નહિ તો અમે પાર્સલ નહિ લઇ જઈએ.
વેપારીએ વિગતો આપી નહી અને ફ્રીમાં ટિફિન આપવાની ઓફર કરી
એક વાર તો જમવાનું બગડશે અને નુકસાન થશે તેવા ડરથી એકાઉન્ટ નમ્બર આપવા તૈયાર થઇ ગયા હતા પણ તેમના  મિત્રએ સમજાવતા એમને સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું કે, તમે આર્મી વાળા છો તો તમને એક દિવસનું ભોજન મારા તરફથી ફ્રી તમે પાર્સલ લઇ જાઓ પણ કોઈ પાર્સલ લેવા ન આવ્યા  અને સંચાલકને બનાવેલું ભોજન ફેંકવું પડ્યું હતું પણ હકારાત્મક બાબત એ હતી કે મોટા નુંકસાનથી તે બચી ગયો.
ઘટના-2

આર્મીના નામ પર જમવાના પાર્સલ મંગાવ્યા
આવો જ એક બનાવ મુન્દ્રામાં ઝીરો પોઇન્ટ નજીક ફૂડની લારી ચલાવતા સંચાલક સાથે પણ બન્યો હતો. ઇબ્રાહિમભાઈના પિતાને ફોન આવ્યો હતો કે, અમે આર્મીમાંથી બોલીએ છીએ અમને જમવાના 10 પાર્સલ જોઈએ છે તમે બનાવીને રાખો એટલે અમે લઇ જઈએ.
ટિફિન સંચાલક સાથેની ઘટનાની ઇબ્રાહિમભાઈને જાણ હતી
ઇબ્રાહિમભાઈને અગાઉની ટિફિન સંચાલક સાથે થયેલા બનાવની સમગ્ર ઘટનાની જાણ હતી એટલે એમને કહ્યું કે, વાંધો નહિ તમે આવો હું બનાવીને રાખું છું પણ ઇબ્રાહિમભાઈએ પાર્સલ તૈયાર કર્યા નહિ. 15 મિનિટ પછી એજ નંબર પર ફોન કરીને પાર્સલ તૈયાર છે તમે લઇ જાઓ તેવી જાણ કરી તો તે વ્યક્તિએ કહ્યુ કે, કેટલા રૂપિયા થયા તો ઇબ્રાહિમભાઈએ 800 રૂપિયા. ત્યારે સામાંવાળાએ કહ્યું  કે, અમારા મોટા અધિકારી તમને ફોન કરશે એમને તમારો ગૂગલે પે નંબર આપી દેજો એ પેમેન્ટ કરી દેશે. થોડીજ વારમાં એક બીજા વ્યક્તિનો ફોન આવે છે કે અમારા જવાન ના પાર્સલ ના કેટલા રૂપિયા મોકલવાના છે ? ગૂગલ પે નંબર આપો.
પોલીસ ફરિયાદનું કહ્યું તો ડરીને ફોન કાપી નાખ્યો
ઇબ્રાહિમભાઈએ પોતાના ગૂગલ પે નંબર ભાઈ ને આપ્યા તો તરત જ ફોન કરીને કહ્યું કે ગૂગલ પેનું સર્વર નથી ચાલતું બરાબર હું તમને બાર કોડ મોકલું છું એમાં તમારા જેટલા રૂપિયા થયા હોય નાખી દેજો. ઇબ્રાહિમભાઈ ઠગને કહ્યું કે થોડા દિવસ પહેલા તમે લોકોએ ટિફિન સંચાલક સાથે પણ આવું કર્યું અને  જમવાનું ફેંકવું પડ્યું હું તમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ, આટલું સાંભળતા જ  સામેવાળી વ્યક્તિએ ફોન કાપી નાખ્યો હતો. આવા ઘણા બનાવો મુન્દ્રા માં બની ગયા છે પણ લોકો ફરિયાદ કરવાનું ટાળે છે  ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter