+

The History of Gujarat : IPS Himanshu Shukla ની ટીમે કરેલા ISI Agent ના કેસમાં અદાલત આપશે ચૂકાદો

ગુજરાત સરહદી રાજ્ય હોવાથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI નો ડોળો હંમેશા આ તરફ રહે છે. ગુજરાત પોલીસ (Gujarat Police) હંમેશા સર્તક રહી છે અને ISI ના બદઈરાદાઓને નાકામ કરતી આવે…

ગુજરાત સરહદી રાજ્ય હોવાથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI નો ડોળો હંમેશા આ તરફ રહે છે. ગુજરાત પોલીસ (Gujarat Police) હંમેશા સર્તક રહી છે અને ISI ના બદઈરાદાઓને નાકામ કરતી આવે છે. છેલ્લાં ચારેક દસકમાં અનેક ISI એજન્ટો અને તેમની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. ISI Agent ના અનેક કેસોની તપાસ NIA તેમજ રાજ્ય પોલીસની એજન્સીઓ ચલાવી રહી છે. વાત છે, વર્ષ 2012ની. ISI ના ઈશારે દેશને ખતરામાં મૂકી દે તેવી ચાલતી પ્રવૃ્ત્તિની જાણકારી Ahmedabad Crime Branch ને મળી. દિવસોની મહેનત બાદ ગાયકવાડ હવેલીથી 1 કિલોમીટરના અંતરે જમાલપુરમાં રહેતા બે દેશ વિરોધી તત્વોને પોલીસે શોધી કાઢ્યા. ક્રાઈમ બ્રાંચના તત્કાલિન ડીસીપી હિમાંશુ શુકલા (Himanshu Shukla IPS) ની ટીમને હાથ લાગેલા આ બંને શખ્સો રૂપિયાની લાલચે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરી રહ્યાં હતા. દેશ વિરોધી તત્વો સિરાજુદ્દીન ઉર્ફે રાજુ ફકીર (ઉ.24) અને અયુબ ઉર્ફે સાકીર શેખ (ઉ.23)ની ધરપકડ અને રિમાન્ડ દરમિયાન હાથ ધરાયેલી તપાસ બાદ વધુ 3 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી. કેન્દ્ર સરકારે ઓફિશીયલ સિક્રેટ એક્ટ હેઠળ નોંધાયેલા કેસની ચાર્જશીટ કરવા મંજૂરી આપી હોય તેવો ગુજરાત રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમ કેસ (First Case in The History of Gujarat) છે. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલ (Ambalal R Patel) ISI Agent Case માં બે-ચાર દિવસમાં ચૂકાદો આપે તેવી સંભાવના છે.

શું હતો સમગ્ર કેસ ?

વર્ષ 2012ના ઓક્ટોબર મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ISI એજન્ટ તરીકે અમદાવાદના કેટલાંક શખ્સો કામ કરી રહ્યાં હોવાની માહિતી મળી. ક્રાઈમ બ્રાંચના તત્કાલિન DCP Himanshu Shukla એ આ મામલે અધિકારીઓને તાત્કાલિક કામે લગાવી દીધા. પીઆઈ એસ. એલ. ચૌધરી (PI S L Chaudhary) અને તેમની ટીમે અમદાવાદના જમાલપુરમાં રહેતા સિરાજુદ્દીન ઉર્ફે રાજુ ફકીર અને અયુબ ઉર્ફે સાકીર શેખને દબોચી લઈ મોબાઈલ ફોન સહિતના પૂરાવાઓ કબજે લઈ FIR નોંધી હતી. ક્રાઈમ બ્રાંચના તત્કાલિન પીઆઈ હરપાલસિંહ રાઠોડે (PI H A Rathod) ISI Agent Case ની તપાસ શરૂ કરતા અનેક ચોંકાવનારી માહિતી હાથ લાગી હતી. સિરાજુદ્દીન ફકીર વર્ષ 2007માં પાકિસ્તાન ગયો હતો અને ત્યારે તે પાકિસ્તાનના હેન્ડલર તૈમુર (ISI Agent) ને મળ્યો હતો અને ત્યાં Indian Army ના ઓફિસરોની રેંક અને વાહનોને ઓળખવાની તાલીમ મેળવી હતી. તૈમુરે આર્મીની માહિતી બદલ રૂપિયા આપવાની લાલચ આપતા સિરાજુદ્દીન ભારત વિરોધી કામ કરવા તૈયાર થઈ ગયો હતો. ભારત પરત ફર્યા બાદ સિરાજુદ્દીને જુદા-જુદા આર્મી કેમ્પની માહિતી મેળવવા માટે ઈંડા સપ્લાય કરતા વેપારીના ત્યાં નોકરી પણ મેળવી લીધી હતી. રાજસ્થાન, કચ્છ, ગાંધીનગર અને અમદાવાદમાં Army BSF Camp ની રેકી કરી સિરાજુદ્દીને અનેક વખત બે અલગ અલગ E Mail ના ડ્રાફ્ટ બોક્સમાં Army Movement સહિતની અતિ સંવેદનશીલ માહિતી મોકલી હોવાના પૂરાવા મેળવ્યા હતા. સિરાજુદ્દીન ઈ મેઈલ કરવા માટે શરૂઆતમાં સોહીલ કાઝી (ઉ.24) અને ત્યારબાદ ઐયુબ ઉર્ફે સાકીર શેખ (બંને રહે. જમાલપુર, અમદાવાદ)ની મદદ મેળવી હતી. મીલીટરીની સંવેદનશીલ માહિતી E Mail થકી મોકલવા સિરાજ ફકીર સોહીલ અને ઐયુબને 500-500 રૂપિયા આપતો હતો. મે-2010 થી સપ્ટેમ્બર-2012 દરમિયાન સિરાજુદ્દીનને Pakistan ના તૈમુરે UAE અને Saudi Arabia ના જુદા-જુદા લોકોના નામે Western Union Money અને MoneyGram થકી 1.94 લાખ રૂપિયા મોકલ્યા હતા. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે જામનગરના ઈદરીશ માઢાંતાની ધરપકડ કરી મોબાઈલ ફોન કબ્જે લીધો હતો. ક્રાઈમ બ્રાંચના PI H A Rathod ની ટીમે મળી આવેલા પાકિસ્તાનના તૈમુરના મોબાઈલ ફોન નંબર થકી તપાસ આગળ ધપાવી હતી. જે મોબાઈલ ફોન નંબરના આધારે ગેટ-વે ડિટેઈલ્સ મેળવવામાં આવતા રાજસ્થાનના જોધપુરનો નૌશાદઅલી સૈયદ (ઉ.23) પણ ISI એજન્ટ તરીકે કામ કરતો હોવાની માહિતી પૂરાવા હાથ લાગતા તેની પણ ધરપકડ કરાઈ હતી.

કેવા-કેવા પૂરાવા નિવેદન મેળવાયા ?

હાલ Vadodara ACP Crime તરીકે ફરજ બજાવતા અને તત્કાલિન અમદાવાદ ક્રાઈમના PI Harpalsinh Rathod એ ISI એજન્ટના કેસમાં સજ્જડ પૂરાવાઓ એકત્ર કર્યા હતા. અમદાવાદના અલગ અલગ સાયબર કાફેમાંથી કરાયેલા ઈ મેઈલ તથા આરોપી સિરાજુદ્દીનના બીજા ઘરમાં છુપાવેલો આર્મી કેન્ટોનમેન્ટનો નકશો કબજે લેવાયો હતો. વાયા દુબઈથી આવતા રૂપિયા સ્વીકારવા ગયેલા આરોપીઓના CCTV Footage , MTCN (Money Transfer Control Number) અને દસ્તાવેજી પૂરાવા. તથા Pakistan Visa વાળા ભારતીય પાસપોર્ટ અને આરોપીઓના મોબાઈલ ફોન કબજે લેવાયા હતા. ઈ મેઈલ થકી પાકિસ્તાન મોકલાયેલી માહિતી ભારત દેશની સુરક્ષાને હાનિ પહોંચાડી શકે તે વાતને આર્મીના બ્રિગેડીયર કક્ષાના અધિકારીએ અનુમોદન આપતું નિવેદન નોંધાવ્યું હતું. વેસ્ટર્ન યુનિયન મનીના સબ એજન્ટ તરીકે કામ કરતી સેન્ટ્રમ ડાયરેક્ટ લિમિટેડ કંપનીના એરિયા મેનેજરે રૂપિયાની લેવડ-દેવડના પૂરાવાઓને સમર્થન આપતું નિવેદન આપ્યું હતું. ફોરેન્સિક ઓફિસર તેમજ જુદીજુદી મોબાઈલ ફોન સર્વિસ આપતી કંપનીના નોડલ ઓફિસરના નિવેદન લેવાયા હતા. આ ઉપરાંત કેસના એક આરોપી સોહીલ કાઝીનું CRPC 164 હેઠળ નિવેદન લઈ તેને તાજનો સાક્ષી બનાવી દેવાયો હતો.

E Mail Draft Box નો કેમ ઉપયોગ કરતા ?

પોલીસ ફરિયાદમાં વૉન્ટેડ દર્શાવાયેલા Pakistan Handlers તૈમુર અને તાહીરના ઈશારે જુદા-જુદા ઈ મેઈલ આઈડીથી Indian Army – BSF ની માહિતી મંગાવતા હતા. ભારતીય એજન્સીઓથી બચવા માટે તૈમુર અને તાહીરે અમદાવાદના સિરાજુદ્દીન ફકીર અને રાજસ્થાનના નૌશાદઅલી સૈયદને વિશેષ સૂચનાઓ આપી હતી. Indian Army – BSF ની સંવદેનશીલ માહિતીની આપ-લે કરવા બંને તરફના આરોપીઓ પાસે  E Mail ID અને Password રહેતાં હતાં. સંવેદનશીલ માહિતી ઈ મેઈલના Draft Box માં Save કરી દેતા અને તે વાંચી લીધા બાદ Delete કરી દેતાં હતાં. ક્રાઈમ બ્રાંચે જ્યારે સિરાજુદ્દીન ફકીરને સાથે રાખી અમદાવાદના સાયબર કાફેમાંથી ઈ મેઈલ તપાસતા ઉપરોક્ત ચોંકાવનારી માહિતી હાથ લાગી હતી.

કેવા કોડ નેમ વાપરતા ?

E Mail ના Draft Box માં સંવેદનશીલ માહિતી Save કરીને આપ-લે કરતા આરોપીઓ એજન્સીથી બચવા વિશેષ ધ્યાન રાખતાં હતાં. આરોપીઓ સાંકેતિક ભાષા (Code Name) નો ઉપયોગ કરી ઈ મેઈલ અને Facebook Chat થકી સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતા હતા. Indian Army ને મામુ, BSF ને ઊંટવાલા મામુ, પૈસાને અંડા જેવાં કોડ નેમ આપ્યાં હતાં.

Pakistan Handlers કેવી માહિતી માંગતા ?

Indian Army અને BSF ની તમામ માહિતી મેળવવા માટે Pakistan Handlers સતત પ્રયત્નશીલ રહેતાં હતાં. આર્મીમાં થતી નવી ભરતી, આર્મી મૂવમેન્ટ, સેના ક્યાંથી ક્યાં જઈ રહી છે? કેવાં પ્રકારના અને કેટલાં વાહનો આર્મીના કાફલામાં છે? ક્યાં નવી ફાયરિંગ રેન્જ બની? સરહદ પર કેટલી સેના તૈનાત છે? અને યુદ્ધની તૈયારી કરે છે કે કેમ? આવી માહિતી Pakistan મેળવતું હતું. તૈમુર વાસ્તવમાં Pak Army નો JCO (Junior Commissioned Officer) કક્ષાનો અધિકારી છે જે ISI માટે કામ કરતો.

આ  પણ  વાંચો-MUNDRA BETEL NUT SCAM : BORDER RANGE IG મોથલિયાના સ્કવૉડે 3.75 કરોડનો તોડ કર્યો, વાસ્તવમાં કોણ જવાબદાર ?

 

Whatsapp share
facebook twitter