+

Paris Olympics2024: ભારતીય હોકી ટીમની જાહેરાત, આ 16 ખેલાડીઓને મળ્યું સ્થાન

Paris Olympics 2024 :હોકી ઈન્ડિયાએ (INDIAN HOCKEY TEAM)આખરે પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024)માટે 16 સભ્યોની ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરી છે. આગામી ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન…

Paris Olympics 2024 :હોકી ઈન્ડિયાએ (INDIAN HOCKEY TEAM)આખરે પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024)માટે 16 સભ્યોની ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરી છે. આગામી ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ ટીમની કપ્તાની અનુભવી ખેલાડી હરમનપ્રીત સિંહ (HARMANPREET SINGH) સંભાળશે, જે ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં રમતા જોવા જોવા મળશે. હાર્દિક સિંહને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમે 2020માં ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો આ ટીમમાં સામેલ અન્ય ખેલાડીઓની વાત કરીએ તો 6 ખેલાડીઓ એવા છે જેમને પ્રથમ વખત ઓલિમ્પિકમાં રમતા જોવા મળશે.

પેરિસ ઓલિમ્પિક માટેની ભારતની ટીમ

પેરિસ ઓલિમ્પિક 2024 માટે જાહેર કરાયેલી ભારતીય હોકી ટીમમાં અનુભવી ખેલાડી પીઆર શ્રીજેશ ગોલકીપરની જવાબદારી સંભાળશે, જ્યારે મનપ્રીત સિંહ મિડફિલ્ડર હશે હરમનપ્રીત સિંહ (કેપ્ટન), હાર્દિક સિંહ (વાઈસ-કેપ્ટન), પીઆર શ્રીજેશ (ગોલકીપર), મનપ્રીત સિંહ (મિડફિલ્ડર), જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, સુમિત અને સંજય, રાજ કુમાર પાલ, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, અભિષેક, સુખજીત. સિંઘ, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ અને ગુરજંત સિંહ.

આ 5 ખેલાડીઓ ડેબ્યૂ કરશે

  1. જરમનપ્રીત સિંહ
  2. સંજય
  3. રાજ કુમાર પાલ
  4. અભિષેક
  5. સુખજીત સિંહ

ટીમ ઈન્ડિયાના કોચે કહ્યું કે પેરિસ ઓલિમ્પિક માટે ખેલાડીઓની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે અમારી પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. મને વિશ્વાસ છે કે ટીમમાં પસંદગી પામેલા તમામ ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરશે. આ વખતે ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેચો

પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાને પૂલ-બીમાં રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટોપ ચાર ટીમોમાં સ્થાન બનાવવું પડશે.

  • ભારત વિ બેલ્જિયમ
  • ભારત વિ ઓસ્ટ્રેલિયા
  • ભારત વિ અર્જેન્ટીના
  • ભારત vs ન્યુઝીલેન્ડ
  • ભારત વિ આયર્લેન્ડ

આ પણ  વાંચો – ASIA CUP 2024 : એશિયા કપના શેડ્યૂલમાં થયો મોટો ફેરફાર, હવે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ

આ પણ  વાંચો Cricket :DLS મેથડના પિતા ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષ ઉંમરે થયું નિધન

આ પણ  વાંચો – T20 WC 2024: ICC ના આ નવા નિયમ પ્રમાણે સીધી ટીમ ઈન્ડિયાને મળશે ફાઇનલની ટિકિટ!

Whatsapp share
facebook twitter