+

સુરતના ગાયબ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનો પરિવાર પહોંચ્યો પોલીસ કમિશનર પાસે, શોધખોળ કરવા માટે કરી વિનંતી

સુરત શહેર પોલીસ વિભાગ DCP ઝોન 2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું. મિથુન ચૌધરીએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળી DCP કક્ષાના અધિકારીના આઈડી અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીની પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાનો આક્ષેપ હતો. આ મામલે દિલ્હી પોલીસ 6 મહિના પહેલા મિથુનને પૂછપરછ માટે લઈ ગઈ હતી ત્યારબાદ મિથુન ચૌધરીને જવા દીધો હતો àª
સુરત શહેર પોલીસ વિભાગ DCP ઝોન 2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું. મિથુન ચૌધરીએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળી DCP કક્ષાના અધિકારીના આઈડી અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીની પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાનો આક્ષેપ હતો. આ મામલે દિલ્હી પોલીસ 6 મહિના પહેલા મિથુનને પૂછપરછ માટે લઈ ગઈ હતી ત્યારબાદ મિથુન ચૌધરીને જવા દીધો હતો પરંતુ ત્યારથી કોન્સ્ટેબલ મિથુન ચૌધરી ગાયબ હોવાને લઈ હવે તેનો પરિવાર સુરત પોલીસ કમિશનર ને રજૂઆત કરવા પહોંચ્યો હતો અને મિથુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી. 
સુરત પોલીસ વિભાગના ડીસીપી ઝોન-2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરી તેમજ કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ કોટડિયાએ પોતાના જ પોલીસ વિભાગની માહિતી લીક કરવાનું કૌભાંડ આચર્યું હોવાનો એક મામલો સામે આવ્યો હતો. જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓના આઇડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઇ તે ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચવાનું કૌભાંડ કરાયું હતું. એક માહિતી પાસઓન કરવાના 25 હજાર બંને કોન્સ્ટેબલો મેળવતા હોવાના આક્ષેપ વચ્ચે દિલ્હી પોલીસ મિથુન ચૌધરીને ઊંચકી ગઇ હતી. તેની તપાસ બાદ દિલ્હી પોલીસે વિપુલની પણ ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હતો.
મિથુને દિલ્હી પોલીસના કબ્જામાંથી બહાર નીકળ્યા બાદ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ગુમ થઇ ગયો હતો. ત્યારબાદથી 6 મહિના થયા છતાં પણ મિથુનનો કોઇ અત્તોપત્તો નહીં લાગતાં સુરતના પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. અગાઉ આ વાતને પોલીસ કમિશનર અજય તોમરે પણ ગંભીરતાથી લીધી હતી અને મિથુનને શોધવા કમિશનરને સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. આ તપાસમાં કાપોદ્રા પોલીસની ટીમ પણ જોતરાઇ હતી.
પોલીસના કહેવા પ્રમાણે મિથુન દિલ્હીથી નીકળ્યા બાદ અમદાવાદ સ્પોટ થયો હતો. જેને લઇ કાપોદ્રા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ગઇ હોવાની વિગતો મળી હતી. પણ ત્યારબાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો કોઈ અતોપતો લાગ્યો નથી. પોલીસ કોન્સ્ટેબલ જલ્દીથી મળી જાય તેથી તેમના પરિવારના સભ્યોએ સુરત પોલીસ કમિશનરને ફરીથી આ બાબતે રજૂઆત કરી છે.  
પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનો પરિવાર આર્થિક મુશ્કેલીનો પણ સામલો કરી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલને બે સંતાનો છે જે અભ્યાસ કરે છે અને છેલ્લા બેથી ત્રણ મહિનાથી પોલીસ કોન્સ્ટેબલનો પગાર પણ પરિવારને મળ્યો ન હોવાના કારણે હાલ તેમનું પરિવાર આર્થિક સંકટમાં છે અને પોલીસ પાસે મદદની માગણી કરી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter