+

મહિલાઓ માટે અરિજીત સિંહે બનાવ્યું ગીત, સાંભળીને પાંપણએ પૂર આવશે

Arijit Singh એ ગીતના માધ્યમથી પીડિતા માટે ન્યાય માંગ્યો મહિલાઓ માટે સુરક્ષા અને સન્માનની લડાઈ હજુ બાકી છે 31 વર્ષની તાલીમાર્થી ડૉક્ટર પર હેવાનિયત વરસી હતી Kolkata rape and murder…
  • Arijit Singh એ ગીતના માધ્યમથી પીડિતા માટે ન્યાય માંગ્યો

  • મહિલાઓ માટે સુરક્ષા અને સન્માનની લડાઈ હજુ બાકી છે

  • 31 વર્ષની તાલીમાર્થી ડૉક્ટર પર હેવાનિયત વરસી હતી

Kolkata rape and murder case :  Kolkata Rap Murder Case માં પીડિતા અને પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે એક પછી એક લોકો મુહિમમાં જોડાઈ રહ્યા છે. દેશના દરેક વ્યક્તિઓ વિવિધ માધ્યોની મદદથી Kolkata માં આવેલી RG Kar Medical And Hospital માં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કરવામાં આવેલી હેવાનિયતનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે તેમાં બોલીવૂડના દિગ્ગજ કલાકારો પણ આ મુહિમમાં પણ જોડાયા છે. તાજેતરમાં આ ઘટના સંબધિત એક કવિતા અભિનેતા આયુષ્માન ખુરાના દ્વારા લોકો સાથે શેર કરવામાંવ આવી હતી.

Arijit Singh એ ગીતના માધ્યમથી પીડિતા માટે ન્યાય માંગ્યો

ત્યારે ગાયક Arijit Singh પણ આ ન્યાયકારક મુહિમમાં જોડાયા છે. Arijit Singh એ પોતાના સત્તાવાર YouTube ચેનલ પર એક ગાયન શેર કર્યું છે. આ ગાયન RG Kar Medical And Hospital માં દુષ્કર્મ અને હેવાનિયતને કારણે મૃત્યુ પામેલી તાલીમાર્થી ડૉક્ટરને સમર્પિત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આ ગીતના માધ્યમથી કોલકત્તા સરકાર અને કેન્દ્ર સરકારને ન્યાય માટે અપીલ કરાઈ છે. આ ગીતનું શિષર્ક આર કોબે રાખવામાં આવ્યું છે. આ શબ્દનો સામાન્ય ભાષામાં અર્થ “આનું સમાધાન ક્યારે આવશે” થાય છે. જોકે આ ગીતની મૂળ ભાષા બંગાળી રાખવામાં આવી છે.

આ પણ વાંચો:  શાહરૂખ ખાનને અદાણી-અંબાણીની યાદીમાં મળી જગ્યા, સંપત્તિ જાણી ચોંકી જશો

મહિલાઓ માટે સુરક્ષા અને સન્માનની લડાઈ હજુ બાકી છે

તે ઉપરાંત ગાયક Arijit Singh એ ગીતની સાથે એક પત્ર પર લખીને લોકોની સાથે શેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 9 ઓગસ્ટ 2024 ના રોજ, કોલકત્તાના મધ્યમાં એક હેવાને દેશની હચમચાવી નાખ્યો. RG Kar Medical And Hospital માં થયેલી ઘટનાને કારણે સમગ્ર દેશમાં વિરોધી આગ ભભૂકી ઉઠી. આ ગીત ન્યાયની પુકાર કરે છે, અને એવી અનેક મહિલાઓ માટે જે ચૂપચાપ આ પ્રકારના શોષણનો ભોગ બની રહી છે. અને પરિવર્તનની માગ કરે છે. આ માત્ર એક વિરોધ પ્રદર્શન કરતું ગીત નથી. પરંતુ આ ગીત યોગ્ય કાર્યવાહીની માગ કરે છે. આપણે યાદ રાખવું જોઈએ કે, મહિલાઓ માટે સુરક્ષા અને સન્માનની લડાઈ હજુ સમાપ્ત થઈ નથી.

31 વર્ષની તાલીમાર્થી ડૉક્ટર પર હેવાનિયત વરસી હતી

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં કોલકત્તામાં આવેલી RG Kar Medical And Hospital માં 31 વર્ષની તાલીમાર્થી ડૉક્ટર પર હેવાનિયત વરસી હતી. આ હ્રદયદ્રાવક ઘટના બાદ પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તે માટે સરકાર સામે કોલકત્તામાં ડૉક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત તમામ દરેક નાગરિકો રસ્તા પર આવી ગયા હતાં. અને સરકારને વહેલી તકે આરોપીને સજા ફટકારવામાં આવે, અને મહિલાઓની સુરક્ષા વધારવામાં આવે. તેની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી મહિલાનું પિતાએ કર્યું શારીરિક શોષણ

Whatsapp share
facebook twitter