+

Banaskantha : ડુગડોલ પ્રા. શાળાની ઘટના, મધ્યાહન ભોજન બાદ બાળકોની જીભ પડી કાળી

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) ની ધાનેરા (Dhanera)તાલુકાની પ્રાથમિક શાળાની ઘટના સામે આવી છે ધાનેરા તાલુકાના  ડુગડોલ ગામ (Dugdol village) માં આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ બપોરે મધ્યાહન ભોજન આરોગ્યા બાદ અચાનક જ…

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) ની ધાનેરા (Dhanera)તાલુકાની પ્રાથમિક શાળાની ઘટના સામે આવી છે ધાનેરા તાલુકાના  ડુગડોલ ગામ (Dugdol village) માં આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ બપોરે મધ્યાહન ભોજન આરોગ્યા બાદ અચાનક જ બાળકોની જીભ પર તેની અસર જોવા મળી હતી જેથી આરોગ્ય વિભાગે ખીચડીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.

બાળકોની જીભ કાળી પડવાદોડધામ મચી

Banaskantha ના ધાનેરા  (Dhanera) તાલુકાના મોટી ડુગડોલ (Dugdol village) ગામમાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ બપોરે મધ્યાહન ભોજન આરોગ્યા બાદ અચાનક જ બાળકોની જીભ પર તેની અસર જોવા મળી હતી. અને બાળકોની જીભ કાળી પડવા લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેથી આરોગ્ય વિભાગે ખીચડીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.

ધાનેરા (Dhanera) તાલુકાની મોટી ડુગડોલ (Dugdol village) પ્રાથમિક શાળાના બાળકોએ સોમવારે બપોરે મધ્યાહન ભોજનમાં ખીચડી આરોગ્યા બાદ બાળકોનીજીભ કાળી પડવા લાગી હતી.જેથી બાળકો અને શાળા પરિવાર ચિંતામાં મુકાયો હતો. જેની આરોગ્ય વિભાગને જાણ થતાં આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે બાળકોમા બીજા કોઈ ગંભીર લક્ષણો ન જણતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ બાળકોની જીભ કાળી પડવાનું શુ કારણ હોઈ શકે તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

 

અમદાવાદના (Ahmedabad) બાપુનગરમાં મોબાઇલ સ્નેચરો ફરી સક્રિય થયા છે. માહિતી મુજબ, શનિવાર રાતે બાપુનગરમાં માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં એક જ કલાક દરમિયાન 6 રાહદારીઓના મોબાઇલ ફોન ઝુંટવી લેવામાં આવ્યા હતા. રાત્રિના પોણા 9 વાગ્યાથી 10 વાગ્યાના અરસામાં આ બનાવો બન્યા હતા. જો કે, આ મામલે પોલીસે પણ ગુનાખોરી ઓછી બતાવવા માટે નવો કીમિયો અજમાવ્યો અને 6 ચોરીની ફરિયાદ સામે માત્ર 3 એફ.આઈ.આર (FIR) નોંધીને તમામ મોબાઈલ સ્નેચિંગ ગુનાઓનો સમાવેશ કરી લીધો.

આ પણ વાંચો – PM મોદી મહાત્મા મંદીર ખાતે કરશે મહત્વની બેઠકો…

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter