+

દિપક સાળુંકે ના પાકિસ્તાન કનેકશન માં થયા વધુ ચોંકાવનારા ખુલાસા, સોશિયલ મીડિયા થકી થયો સંપર્ક

સુરત ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) શહેરના ડીંડોલી વિસ્તારમાંથી ઓનલાઈન મની ટ્રાન્સફરનો ધંધો કરતા દિપક સાળુંકે નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પાકિસ્તાની જાસુસી સંસ્થા ISIના એજન્ટ સાથે સંપર્ક ધરાવવા તેમજ ભારતીય આર્મીની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની એજન્ટને પહોંચાડવા અને ભારતીય બનાવટના સીમકાર્ડ તેને સપ્લાય કરવા બાબતના ગુનામાં દીપકની ધરપકડ કરવામાં આવી હતી. આજ રોજ સુરત પોલીસે દીપકને કોર્ટમà
સુરત ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) શહેરના ડીંડોલી વિસ્તારમાંથી ઓનલાઈન મની ટ્રાન્સફરનો ધંધો કરતા દિપક સાળુંકે નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પાકિસ્તાની જાસુસી સંસ્થા ISIના એજન્ટ સાથે સંપર્ક ધરાવવા તેમજ ભારતીય આર્મીની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની એજન્ટને પહોંચાડવા અને ભારતીય બનાવટના સીમકાર્ડ તેને સપ્લાય કરવા બાબતના ગુનામાં દીપકની ધરપકડ કરવામાં આવી હતી. આજ રોજ સુરત પોલીસે દીપકને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે સુરત કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આર્થિક લાભ મેળવતો
દીપકની પૂછપરછ દરમિયાન તેણે ઘણી ચોંકાવનારી વિગતોના ખુલાસા કર્યાં છે. પ્રાથમિક તપાસમાં જે રીતે સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, દીપક હમીદ નામના પાકિસ્તાની ISI એજન્ટના સંપર્કમાં છે અને તેને ભારતીય સેનાની કેટલીક ગુપ્ત માહિતીઓ ફોટાના સ્વરૂપે પહોંચાડી રહ્યો છે. તેમજ ભારતીય બનાવટના સીમકાર્ડ પણ તેને ઉપલબ્ધ કરાવી રહ્યો છે. આ તમામ માહિતી આપવા બદલ તે આર્થિક લાભ મેળવી રહ્યો હોવાનું ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું અને હમણાં સુધી તેણે 75 હજાર રૂપિયા જેટલો આર્થિક લાભ મેળવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
સોશિયલ મીડિયામાં ખોટું નામ
પોલીસ કસ્ટડીમાં રહેલા દીપકની પૂછપરછ કરતા વધુ કેટલાક ખુલાસાઓ સામે આવ્યા છે. જે મુજબ દીપક બે અલગ અલગ મોબાઈલ નંબર વાપરતો હતો અને બંને મોબાઈલ પર Whatsappમાં પોતાનું નામ ખોટું રાખ્યું હતું. એક Whatsapp નંબર પર તેણે પોતાનું નામ ભરત રાજપૂત રાખ્યું હતું. જ્યારે બિઝનેસ whatsappમાં પ્રદીપ બીએસએફના નામે તે સક્રિય હતો. આ બંને નામથી તે પાકિસ્તાની હમીદના સંપર્કમાં હતો.
સેનાના ફોટા મોકલ્યા
આ Whatsapp મારફતે તેણે હમીદને ભારત દેશના રાજસ્થાનમાં આવેલ પોખરણ ખાતેના આર્મી મુવમેન્ટ, આર્મી ટેન્ક તથા ટ્રક જેવા આર્મીના કેમ્પના ફોટોસ પાડીને કરાચીમાં રહેતા હમીદને તેના મોબાઈલ નંબર 6913743765 ઉપર Whatsapp કર્યા હતા. જોકે તેણે પોલીસને હજુ જણાવ્યું નથી કે, આ ફોટા તેણે ક્યાંથી મેળવ્યા હતા. ગઈકાલે સુરત પોલીસ જ્યારે દિપક ના ઘરે તેની ધરપકડ કરવા પહોંચી તે પહેલા દીપક એ તેની તમામ whatsapp ચેટ ડિલીટ કરી દીધી હતી. જેથી હાલ પોલીસ આ ચેટને રિકવર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
રકમ અને ક્રિપ્ટો કરન્સી મેળવી
વધુમાં જે પ્રમાણે માહિતી મળી છે તે મુજબ, આ તમામ માહિતીઓ આપવા બદલ અત્યાર સુધી દીપકે પોતાના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં પાકિસ્તાનથી કુલ 75,856 રૂપિયા જેટલી રકમ મેળવી છે. આ રૂપિયા કોણે મોકલ્યા તે બાબતે દિપક એ હજુ કોઈ ખુલાસો કર્યો નથી. દિપક ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જર “BINANCE” માં એકાઉન્ટ ધરાવે છે અને આ એકાઉન્ટમાં પાકિસ્તાની એજન્ટ હમીદે અન્ય પાકિસ્તાની નાગરિક મોહમ્મદ નામના ઈસમ મારફતે કુલ 226 USDT નામની ક્રિપ્ટો કરન્સી મોકલી હતી. જેનું વેચાણ કરીને દિપક એ 21,206 રૂપિયાનો આર્થિક લાભ પણ લીધો હતો. 
હવાલાની પ્રવૃત્તિ કરતા ગૃપોમાં જોડાયો
આ ઉપરાંત અન્ય ચોકાવનારી વાત જે સામે આવી છે તે, દીપક facebook પર ભરત રાજપૂત નામના ફેક એકાઉન્ટથી એક્ટિવ હતો અને હવાલા ની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા facebook ગ્રુપ માં તે સક્રિય હતો. તે આવા એક બે નહીં પરંતુ 13 જેટલા હવાલા પ્રવૃત્તિ કરતા ગ્રુપમાં સક્રિય હતો. આ 13 ગ્રૂપ ના નામ (1)Hundi service(Hawala). (2) HAWALA HUNDI. (3) money transfer id. (4) Globe pay receiver and sender. (5) instant money transfer. (6) Globe pay sender. (7) Money Transfer (8) Money transfer Service (9) India to Nepal money transfer. (10) Western union transfer question and answer (11) inst Globe pay globe pay funder (12) money transfer hub (13) Western union transfer.
આવી રીતે થયો સંપર્ક
Facebookના આ હવાલા પ્રવૃત્તિ કરતા ગ્રુપ પૈકીના એક ગ્રુપ Hundi service(hawala) માં પાકિસ્તાની નાગરિક હમીદ એ તેના પોતાના પૂનમ શર્મા નામના ફેક એકાઉન્ટથી મેસેજ કર્યો હતો કે “I want to transfer PKR to INR”. ગ્રુપમાં જોયેલા આ મેસેજનો દિપક એ કોમેન્ટ કરીને  “I can” રીપ્લાય આપ્યો હતો. આ રીપ્લાય થકી દિપક અને હમીદ સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી સતત ફેસબુક મેસેન્જર ના માધ્યમથી સંપર્કમાં હતા. ત્યારબાદ whatsapp નંબરની આપ લે કરીને દિપક એ હમીદ દ્વારા માંગવામાં આવેલી ભારતીય સેનાની માહિતીઓ શેર કરી હતી.
તપાસ ચાલી રહી છે
સુરત ક્રાઈમ બ્રાન્ચને દિપકના મોબાઈલમાંથી પાકિસ્તાની મોબાઇલ નંબર તથા પાકિસ્તાન સ્થિત બેંક એકાઉન્ટની ડીટેલ પણ મળી આવી છે. હાલ તો સુરત ક્રાઈમ બ્રાન્ચ એ દિપકના સાત દિવસના રિમાન્ડ મેળવીને તેની વધુ આકરી પૂછપરછ શરૂ કરી છે. દીપકની પૂછપરછમાં સુરત કે અન્ય જગ્યાએથી તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ, તેમજ પાકિસ્તાનના અન્ય કેટલા લોકો તેની સાથે સંપર્કમાં છે તે તથ્યો બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
કોરોનામાં નકસાન જતાં મની ટ્રાન્સફર નો ધંધો શરૂ કર્યો
દીપકની વાત કરીએ તો કોરોનાના સમય પહેલા તે ડીંડોલી વિસ્તારમાં જ સાંઈ ફેશન નામની કપડાની દુકાન ચલાવતો હતો. પરંતુ કોરોના કાળમાં નુકસાન જતા તેણે કોરોના બાદથી ઓનલાઇન મની ટ્રાન્સફર નો ધંધો શરૂ કર્યો હતો અને હાલ તે ડીંડોલી વિસ્તારમાં જ આ ધંધો કરી રહ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter