+

Surat : વકીલ મેહુલ બોઘરાએ FIR રદ્દ કરવા અરજી કરી, કોર્ટે કહ્યું- તમે પબ્લિસિટી માટે ભૂખ્યા છો..!

સુરતનાં (Surat) એડવોકેટ અને સામાજિક કાર્યકર મેહુલ બોઘરાએ (Mehul Boghra) પોતાની સામે થયેલ ફરિયાદને રદ્દ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારે BRTS કોરિડોરમાં ચાલતી પોલીસનું સ્ટિકર મારેલ, કાળી ફિલ્મ…

સુરતનાં (Surat) એડવોકેટ અને સામાજિક કાર્યકર મેહુલ બોઘરાએ (Mehul Boghra) પોતાની સામે થયેલ ફરિયાદને રદ્દ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારે BRTS કોરિડોરમાં ચાલતી પોલીસનું સ્ટિકર મારેલ, કાળી ફિલ્મ લાગેલી ગાડી રોકવા બાબતે FIR નોધાઇ હતી. માહિતી મુજબ, હાઈકોર્ટે FIR રદ્દ કરવાનો ઇનકાર કરતાં, અરજદારે અરજી પરત ખેંચી હતી. કોર્ટે કહ્યું હતું કે, પોલીસને પણ કોઈ ગુન્હામાં છાવરવામાં નથી આવતી તો એડવોકેટને પણ રક્ષણ નહિ અપાય.

કોર્ટમાં FIR રદ્દ કરવા કરી અપીલ

સુરતનાં (Surat) એડવોકેટ અને સામાજિક કાર્યકર મેહુલ બોઘરાએ (Mehul Boghra) હાઈકોર્ટમાં કરેલ અરજીમાં જણાવ્યું કે, તેમણે BRTS કોરિડોરમાં (BRTS corridor) ચાલતી પોલીસનું સ્ટિકર મારેલી અને કાંચ પર કાળી ફિલ્મ લાગેલી કાર રોકી હતી. આ કારમાં બે પોલીસ કર્મચારી બેઠા હતા અને તેમની પાસે પોલીસની લાકડી પણ હતી. ગાડી નંબર પ્લેટ વગરની હતી. અરજદારે કહ્યું કે, ગાડી રોકતા ઝઘડો થયો હતો. દરમિયાન, લોકોનાં ટોળા ભેગા થયા હતા, જેમાં મારામારી થતાં આ FIR નોધાઇ છે. અરજદારે જણાવ્યું હતું કે તે એક એડવોકેટ અને સામાજિક કાર્યકર છે. આથી તેમની સામેની ફરિયાદ રદ્દ કરવામાં આવે.

હાઇકોર્ટે FIR રદ્દ કરવાનો ઇનકાર કર્યો

બીજી તરફ કોર્ટે (Gujarat High Court) કહ્યું હતું કે, અમે છાપામાં 15 વખત તમારી હરકતો વાંચી છે. તમે પોલીસ પાછળ પડી ગયા છો. તમે પબ્લિસિટી માટે ભૂખ્યાં છો. પોલીસ જો આવું કરતી માલૂમ પડી તો કાયદાકીય કાર્યવાહી થઈ શકતી હતી. અરજદારે કહ્યું, તેમને 100 નંબર પર ફોન કર્યો, DCP ને ફોન કર્યો, ત્યાં ઉભેલા ASI ને પણ કહ્યું પણ કશું કર્યું નહિ. અમે પોલીસને ટાર્ગેટ કરીએ છીએ તેવું નથી. સામસામેની આ ક્રોસ ફરિયાદમાં પોલીસ કર્મચારીઓને પણ એરેસ્ટ નથી કરાયાં. જો કે, હાઇકોર્ટે FIR રદ્દ કરવાનો ઇનકાર કરતાં, અરજદારે અરજી પરત ખેંચી હતી. કોર્ટે કહ્યું હતું કે, પોલીસને પણ કોઈ ગુન્હામાં છાવરવામાં નથી આવતી તો એડવોકેટને પણ રક્ષણ નહિ અપાય.

 

આ પણ વાંચો – Rajkot fire incident : ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, વધુ 3 અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો – Drugs in Gujarat : ડ્રગ્સ માફિયાઓનાં મનસૂબાને ધ્વસ્ત કરતી ગુજરાતની તપાસ એજન્સીઓ, વાંચો અહેવાલ

આ પણ વાંચો – Surat Crime News: ઘરમાં કિશોરી એકલી હોમવર્ક કરી રહી હતી, ત્યારે પાડોશીએ આવીને….

Whatsapp share
facebook twitter