+

Surat : નવી સિવિલ હોસ્પિ.માં દર્દીઓની સુરક્ષા રામ ભરોસે ? સ્લેબ તૂટી પડતા ભાગદોડ, મહિલા દર્દીનો બચાવ

સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (Newcivil Hospital) સ્લેબ તૂટવાની ઘટના બની છે. માહિતી મુજબ, ડાયાલિસિસ વિભાગમાં (dialysis section) સ્લેબ તૂટવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં મહિલા દર્દીનો આબાદ બચાવ થયો…

સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (Newcivil Hospital) સ્લેબ તૂટવાની ઘટના બની છે. માહિતી મુજબ, ડાયાલિસિસ વિભાગમાં (dialysis section) સ્લેબ તૂટવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં મહિલા દર્દીનો આબાદ બચાવ થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ તૂટી પડવાની ઘટના બનતા અનેક સવાલ ઊઠી રહ્યા છે.

ડાયાલિસિસ વિભાગમાં મહિલા દર્દી પર સ્લેબ તૂટી પડ્યો!

સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યમાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં (New civil Hospital) દર્દીઓની સુરક્ષા જાણે રામ ભરોસે હોય તેવા પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે નવી સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં મહિલા દર્દી પર સ્લેબ તૂટી પડવાની ઘટના બની છે. જો કે, આ દુર્ઘટનામાં મહિલા દર્દીનો આબાદ બચાવ થયો છે. કિડનીની સારવાર (kidney treatment) માટે મહિલા દર્દી નવી સિવિલ હોસ્પિટલમાં આવી હતી.

ડાયાલિસિસ વિભાગમાં સ્લેબ તૂટવાની ઘટના બની

દર્દીઓની સુરક્ષાને લઈને અનેક સવાલ

નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ તૂટી પડવાની ઘટનાથી દર્દીઓ અને સ્ફાટમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જાણ થતાં હોસ્પિટલનાં સત્તાધીશો સહિત સમગ્ર તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને કામગીરી હાથ ધરી હતી. જો કે, નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ તૂટી પડતા અનેક સવાલ ઊભા થયા છે. સારવાલ લેવા આવતા દર્દીઓની સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે કે શું નવી સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સુરક્ષા રામ ભરોસે છે ? શું હોસ્પિટલ તંત્ર મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હતું ?

 

આ પણ વાંચો – Ahmedabad: ‘પાણી તો દુબઈ અને અમેરિકામાં પણ…’ Pre-Monsoon કામગીરીમાં તંત્ર નિષ્ફળ કે, માત્ર લૂલો બચાવ?

આ પણ વાંચો – પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1.31 ટકા

આ પણ વાંચો – Ahmedabad: હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Whatsapp share
facebook twitter