+

Navsari : દારૂની હેરાફેરી કરતાં ખેપિયાએ પોલીસથી બચવા કર્યું એવું કે મોતને ભેટ્યો, અન્ય એક ફરાર

નવસારીમાં (Navsari) દારૂનાં ખેપિયાએ પોલીસથી બચવા માટે તળાવમાં છલાંગ લગાવી હતી. પરંતુ, તળાવમાં ડૂબી જવાથી ખેપિયાનું મોત નીપજ્યું છે. આ મામલે વલસાડ પોલીસે (Valsad police) ફરિયાદી બની બિલિમોરા પોલીસ મથકે…

નવસારીમાં (Navsari) દારૂનાં ખેપિયાએ પોલીસથી બચવા માટે તળાવમાં છલાંગ લગાવી હતી. પરંતુ, તળાવમાં ડૂબી જવાથી ખેપિયાનું મોત નીપજ્યું છે. આ મામલે વલસાડ પોલીસે (Valsad police) ફરિયાદી બની બિલિમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બિલિમોરા પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂની હેરાફેરી કરતાં અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.

પોલીસ નજીક આવી જતાં ચાલકે કાર થાંભલા સાથે અથડાવી

પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક ખેપિયાઓ દમણથી (Daman) ટાટા સફારી કારમાં દારૂ ભરીને સુરત (Surat) જવાના છે. આથી વલસાડ LCB પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડીનો પીછો કર્યો હતો. જો કે, પોલીસ પીછો કરતી હોવાની જાણ ખેપિયાઓને થતા તેમણે ગાડી હાઇવે છોડી નવસારીનાં (Navsari) આંતરિક માર્ગ તરફ ભગાવી હતી. દરમિયાન, નવસારી ધકવાડા ગામ નજીક પોલીસ બિલકુલ નજીક આવી જતાં બે ખેપિયાઓ પૈકીના ચાલકે કાર થાંભલામાં અથડાવી હતી.

મૃતક ખેપિયો

પોલીસથી બચવા તળવામાં છલાંગ લગાવી, ડૂબી જતાં મોત

દારૂ ભરેલી કાર અથડાવ્યાં બાદ એક ખેપિયો ફરાર થઈ ગયો હતો જ્યારે કારમાં સવાર અન્ય ખેપિયો પોલીસથી બચવા માટે નજીકમાં આવેલા એક તળાવમાં કૂદયો હતો. જો કે, તળાવના પાણીમાં ગરકાવ થતાં ખેપિયા યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા વલસાડ પોલીસે ફરિયાદી બની બિલિમોરા પોલીસ મથકે (Bilimora police station) ફરિયાદ નોંધાવી હતી. બિલિમોરા પોલીસે પણ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.

 

આ પણ વાંચો – Ganesh Gondal : દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલને કોર્ટથી મોટો ઝટકો!

આ પણ વાંચો – Ahmedabad: હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

આ પણ વાંચો – Murder : મહિલાના હાથ પર રહેલું ટેટુ પોલીસને લઇ ગયું હત્યારા સુધી….

Whatsapp share
facebook twitter