+

ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીઓના ટોચના કમાન્ડરને કર્યો ઠાર

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પોલીસની હત્યા કરનારા લશ્કરના ટોચના કમાન્ડરને સેના દ્વારા ઠાર કરવામાં આવ્યો છે. આ કમાન્ડર સુરક્ષા દળોના હિટ લિસ્ટમાં હતો. સુરક્ષ દળ દ્વારા લશ્કરના ટોચના કમાન્ડર અને સૌથી લાંબા સમય સુધી જીવિત રહેલા આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માર્યા ગયેલા આતંકવાદી કમાà

જમ્મુ અને
કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી
છે. પોલીસની હત્યા કરનારા લશ્કરના ટોચના કમાન્ડરને સેના દ્વારા ઠાર કરવામાં આવ્યો
છે. આ કમાન્ડર સુરક્ષા દળોના હિટ લિસ્ટમાં હતો. સુરક્ષ દળ દ્વારા લશ્કરના ટોચના
કમાન્ડર અને સૌથી લાંબા સમય સુધી જીવિત રહેલા આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે માર્યા ગયેલા આતંકવાદી કમાન્ડરની ઓળખ મોહમ્મદ યુસુફ કાંટ્રો
તરીકે કરી છે. જે છેલ્લા
12 વર્ષથી સક્રિય છે. આ સિવાય વધુ એક આતંકી માર્યો
ગયો છે. હજુ
2-3 વધુ આતંકીઓ એન્કાઉન્ટરમાં ફસાયા હોવાની
આશંકા છે.


આઈજીપી કાશ્મીર વિજય કુમારે ટ્વીટ કરીને કહ્યું કે,
બારામુલ્લા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (આતંકવાદી)નો ટોચનો કમાન્ડર
યુસુફ કાંટ્રો માર્યો ગયો. તે તાજેતરમાં જ બડગામ જિલ્લામાં
JKP SPO અને તેના ભાઈ, એક સૈનિક અને એક નાગરિકની હત્યા સહિત
નાગરિકો અને
SF જવાનોની અનેક હત્યાઓમાં સામેલ હતો. તેણે
કહ્યું કે તે અમારા માટે એક મોટી સફળતા છે.


ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના માલવાહ વિસ્તારમાં આ અથડામણ
પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરીને લઈને ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન
શરૂ કર્યા પછી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે એન્કાઉન્ટરના પ્રારંભિક તબક્કામાં
ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયા હતા. પ્રારંભિક ગોળીબારમાં
4
સૈનિકો અને એક નાગરિકને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઓપરેશન ચાલુ છે. વધુ
વિગતો અનુસરવામાં આવશે

 

Whatsapp share
facebook twitter