+

Lok Sabha election : PM મોદી સહિત આ દિગ્ગજો કરશે વોટિંગ, આ 7 બેઠકો પર ખરાખરીનો જંગ!

આવતીકાલે રાજયમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન (Lok Sabha election) થવાના છે. સમગ્ર દેશની વાત કરીએ તો ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર આવતીકાલે મતદાન થશે,…

આવતીકાલે રાજયમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન (Lok Sabha election) થવાના છે. સમગ્ર દેશની વાત કરીએ તો ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર આવતીકાલે મતદાન થશે, જેમાં 120 મહિલા સહિત 1300 થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આવતીકાલે મતદાનના ત્રીજા તબક્કામાં દિગ્ગજોનું ભાવિ EVM માં કેદ થશે. આવતીકાલે પીએમ મોદી સહિત કેટલાક દિગ્ગજો મતદાન કરવા ગુજરાત આવશે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) આજે સાંજે ગુજરાત આવી શકે છે અને આવતીકાલે સવારે અંદાજે 7.30 વાગ્યા નજીક રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત કુલ 7 બેઠકો પર ખરાખરીની જંગ જોવા મળશે.

આ બેઠકો પર જોવા મળશે જબરદસ્ત ચૂંટણી જંગ!

ગુજરાતમાં આવતીકાલે 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચર્ચા છે કે રાજ્યની મુખ્ય 7 બેઠકો પર ખરાખરીની જંગ જોવા મળશે. આ બેઠકોમાં સુરેન્દ્રનગર (Surendranagar), સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ (Rajkot), આણંદ, પાટણ અને જૂનાગઢ સામેલ છે, જ્યાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે. જ્યારે સાબરકાંઠા (Sabarkantha) બેઠક પર ભાજપને સ્થાનિક નારાજગી પડકાર રૂપ સાબિત થઈ શકે છે. બનાસકાંઠાની વાત કરીએ તો અહીં બે મહિલાઓ ચૂંટણી મેદાને છે. કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) અને ભાજપમાંથી રેખાબેન ચૌધરી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. રાજકોટ બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) અને કોંગ્રેસના પરેશ ધાનાણી (Paresh Dhanani) વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જૂનાગઢમાં સ્થાનિક નારાજગી, પાટણમાં વડગામની મહત્ત્વની ભૂમિકા

જ્યારે આણંદ બેઠક પર આંદોલન અને સારી શાખ વચ્ચે ટક્કર છે. ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ અને કોંગ્રેસના જાણીતા નેતા અમિત ચાવડા (Amit Chavda) સામસામે છે. પાટણ બેઠક પર ઠાકોરની લડાઈમાં વડગામના મત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે, જૂનાગઢમાં સ્થાનિક નારાજગીને લઈને ટક્કર છે. ગુજરાતમાં સુરત બેઠકને બાદ કર્યા બાદ 25 લોકસભા બેઠકો માટે આવતીકાલે મતદાન (Lok Sabha election) થવાનું છે. આ વખતે પ્રથમ વખત કોંગ્રેસે એક પણ મુસ્લિમ ઉમેદવાર પર દાવ લગાવ્યો નથી. BSP એ માત્ર ગાંધીનગરમાંથી એક ઉમેદવારને ટિકિટ આપી છે.

PM મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, CM કરશે મતદાન

જણાવી દઈએ કે, આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી શક્યતા છે. આવતીકાલે પીએમ મોદી રાણીપ (Ranip)વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. માહિતી મુજબ, સવારે 7.30 કલાકની આસપાસ પીએમ મોદી રાણીપમાં મતદાન કરી શકે છે. મતદાન કર્યાં બાદ પીએમ મોદી ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે રવાના થશે. જણાવી દઈએ કે, આવતીકાલે PM મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) નારણપુરાથી મતદાન કરશે. જ્યારે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન (Anandiben Patel) ઘાટલોડિયાથી મતદાન કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આવતીકાલે મતદાન કરશે. જ્યારે,  મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ (Mangubhai Patel) પણ મતદાન કરવા માટે મોડી રાત્રે ગુજરાત આવશે.

આ પણ વાંચો – Lok Sabha Election 2024: મતદાનના એક દિવસ પહેલા રાજપૂતોમાં અસમંજસ

આ પણ વાંચો – Gujarat ની 25 બેઠકો પર કેમ સહુની નજર…?

આ પણ વાંચો – Election 2024: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, BJP એ કરી મતદાનનો સમય વધારવા રજૂઆત

Whatsapp share
facebook twitter