+

Ahmedabad : નરોડામાં નજીવી બાબતે મારામારી,પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી

Ahmedabad : અમદાવાદના (Ahmedabad)નરોડા વિસ્તારમાં કેનાલ પાસે ફાયરિંગની ઘટના બની હતી,આ ઘટનાની વાત કરવામાં આવે તો બાળકોની બોલાચાલી બાદ બે જૂથો સામસામે આવ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ અને ધારિયા…

Ahmedabad : અમદાવાદના (Ahmedabad)નરોડા વિસ્તારમાં કેનાલ પાસે ફાયરિંગની ઘટના બની હતી,આ ઘટનાની વાત કરવામાં આવે તો બાળકોની બોલાચાલી બાદ બે જૂથો સામસામે આવ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ અને ધારિયા વડે હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. ફાયરિંગની ઘટનામાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતોનરોડા પોલીસે બંને પક્ષ  વિરુદ્ધ ફરિયાદ નોંધી છે

 

મારામારી અને ઝપાઝપી માં બે વ્યક્તિ ને સામાન્ય ઇજા

સમગ્ર ઘટનામાં પોલીસે ફાયરિંગ કરનાર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હુમલો કરનાર વિરુદ્ધ મારામારીની કલમો હેઠળ ગુનો નોધ્યો છે,લાયસન્સ વાળી પિસ્ટલ થઈ બે રાઉન્ડ ફાયરીંગ થયુ હોવાની પ્રાથમિક પોલીસને મળી છે,બન્ને જૂથો વચ્ચે પહેલા મારામારી થઇ બાદમાં બાઇક પર સવાર થઇને આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. લૂખ્ખા તત્વોના આ મારમારી દરમિયાન વિશ્વજીત નામના શખ્સ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટનામાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. નરોડા પોલીસે ઘટનાની તપાસ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

 

નરોડામાં 9 એપ્રિલ 2024ના રોજ પણ બની ફાયરિંગની ઘટના

અમદાવાદમાં (Ahmedabad) ગુનેગારોને પોલીસનો કોઈ ખૌફ ના રહ્યો હોય, તેમ ધોળા દિવસે હત્યા, લૂંટ, ચોરી અને મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં નરોડા વિસ્તારમાં દિનદહાડે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેના પગલે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યાં છે. હાલ તો આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે CCTV ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.આ ઘટનામાં બાદ ઈજાગ્રસ્ત હર્ષિલને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

 

આ  પણ  વાંચો – Kheda : નડિયાદ કલેક્ટર કચેરીમાં મોડી રાતે વિકરાળ આગ, દસ્તાવેજ સહિત માલસમાન બળીને ખાખ

આ  પણ  વાંચો Weather Report : રાજ્યમાં 5 દિવસ યલો એલર્ટ ! ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચાવની વકી, જાણો ક્યાં કેટલું તાપમાન ?

આ  પણ  વાંચો Lion in Amreli: અમરેલીમાં શિકારની શોધમાં ડાલામથ્થા સિંહની લટાર

Whatsapp share
facebook twitter