+

weather Forecast : આનંદો… કાળઝાળ ગરમીથી જલદી મળશે રાહત! હવામાન નિષ્ણાતે કરી આગાહી

weather Forecast : રાજ્યમાં આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 45 ડિગ્રીથી વધુ નોંધાયો છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. અમદાવાદમાં તો 46…

weather Forecast : રાજ્યમાં આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 45 ડિગ્રીથી વધુ નોંધાયો છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. અમદાવાદમાં તો 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે પણ ગુજરાતના અનેક શહેરો માટે રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગામી દિવસોમાં હવામાનને લઈ મહત્ત્વની આગાહી કરી છે.

આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આગામી બે દિવસ બાદ ગરમીથી (temperature) રાહત મળે તેવી શક્યતા છે. જો કે, 24 અને 25 મેના રોજ રાજ્યમાં લોકો ગરમીનો અનુભવ કરી શકે છે, પરંતુ બે અઠવાડિયાની સરખામણીએ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જ્યારે 26 થી 30 મે સુધીમાં તાપમાનમાં 4 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. પરેશ ગોસ્વામીની આગાહી (weather Forecast) મુજબ, 26 મે પછી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવા એંધાણ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી

આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 42 થી 46 ડિગ્રી સુધીનું તાપમાન નોધાયું છે. અમુક સેન્ટર એવા છે કે જ્યાં તાપમાન 45 ડિગ્રી કરતા પણ ઊંચું નોંધાયું છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં તો તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું છે. રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રેડ (Red), યલો (Yellow) અને ઓરેન્જ (Orange) એલર્ટ અપાયું છે. ત્યારે ગુજરાતના 16 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) 45.8 અને ગાંધીનગરમાં (Gandhinagar) 45.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે.

 

આ પણ વાંચો – Ahmedabad: ગરમીએ તોડ્યો 127 વર્ષનો રેકોર્ડ, જાણો આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તાપમાન ?

આ પણ વાંચો – Heatwaves :રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર,અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ

આ પણ વાંચો – Chotaudepur : કવાંટ તાલુકામાં છેવાડાના બસ્કરી ફળિયાના લોકોને પીવાના પાણી માટે ફાંફા

Whatsapp share
facebook twitter