+

PORBANDAR : નગરપાલિકા અને PGVCL ની પ્રિમોન્સૂનની કામગીરી ખાડામાં !

PORBANDAR : પોરબંદર (PORBANDAR) શહેર અને જિલ્લામાં શનિવારે રાત્રિના સમયથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને રવિવારે સવારે છ કલાક બાદ વરસેલા વરસાદના લીધે લોકો મુશ્કેલી મુકાયા છે કારણ કે…

PORBANDAR : પોરબંદર (PORBANDAR) શહેર અને જિલ્લામાં શનિવારે રાત્રિના સમયથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને રવિવારે સવારે છ કલાક બાદ વરસેલા વરસાદના લીધે લોકો મુશ્કેલી મુકાયા છે કારણ કે માત્ર અઢી જેટલા વરસાદમાં મુખ્ય માર્ગો પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી બીજી તરફ રાત્રિના વરસાદ શરૂ થતાની સાથે વીજ ફોલ્ટની સમસ્યા જોવા મળી રહી છે ગ્રામ્ય પંથક હોય કે શહેરી વિસ્તાર તમામ સ્થળોએ વીજ સમસ્યાથી લોકો અકડાઈ ઉઠ્યા છે.

નગરપાલિકાની કામગિરી સામે સ્થાનિકોમાં રોષ

પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુનની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી ક્યાંક નબળી રહી હોય તેમ સાબિત થઇ રહ્યું છે. કારણ કે પોરબંદરમાં ૨.૫ ઇંચ વરસાદમાં શહેરના એમ જી રોડ, હોસ્પિટલ રોડ, પેરેડાઇઝ રોડ જેવા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લીધા બાદ પણ બે થી ત્રણ કલાક સુધી પાણી ઓસર્યા ના હતા આ સાથે પોરબંદરના નીચાણવાળા વિસ્તાર જેવા કે, વીરડી પ્લોટ, કુંભારવાડા વિસ્તારમાં તો હજુ પણ પાણી ઓસરિયા નથી કારણકે નગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરી કરી જ નથી તેવા સ્થાનિકોના આક્ષેપો છે. હવે રહી રહીને નગરપાલિકાની ટીમે જાગી અને જેસીબી અને ટ્રેકટર વડે ગટરમાંથી કચરો કાઢવાની કામગીરી શરૂ કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વરસાદ શરૂ : અનેક વિસ્તારોમા વીજળી ગુલ

પોરબંદર શહેરમાં પીજીવીસીએલની પ્રિ મોન્સુન કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે શનિવારે રાત્રિના સમયે વરસાદ શરૂ થતાની સાથે પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. પોરબંદર શહેરના નરસંગ ટેકરી, છાયા, ઝૂરીબાગ માણેકચોક, બોખીરા સહિતના અન્ય વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો હાલ વરસાદે વિરામ લીધો છે પણ હજુ પણ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત થયો નથી ખાસ કરીને પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા આવાસ યોજનામાં જ્યાં નાના પરિવારો રહે છે આ આવાસમાં રાત્રિના ત્રણ વાગ્યાની લાઈટ ગઈ છે પણ હજુ બપોરે 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો પુનઃ કાર્યરત થયો નથી આ સાથે પોરબંદરના બરડા પંથકમાં અને ઘેડ પંથકમાં પણ વીજ પુરવઠો ખોરવાતા ઘણા ગામડાઓમાં વીજ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે પીજીવીસીએલ ની ટીમ ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુનની કામગીરી કરે છે પરંતુ તે કામગીરી નબળી સાબિત થઈ રહી છે.લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો — PANCHMAHAL : મેશરી નદી કચરાને કારણે ગંદા પાણીના નાળા સમાન બની

Whatsapp share
facebook twitter