+

Shaktisinh Gohil : GIDC માં અબજો રૂપિયાનાં જમીન કૌભાંડ મામલે BJP સરકાર પર આકરા પ્રહાર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભાજપ પર આકરા પ્રહાર કરતા ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમણે કહ્યું કે, ભાજપનાં (BJP) મળતીયાઓએ રાજ્યની GIDC સાથે મળી અબજો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કર્યો…

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભાજપ પર આકરા પ્રહાર કરતા ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમણે કહ્યું કે, ભાજપનાં (BJP) મળતીયાઓએ રાજ્યની GIDC સાથે મળી અબજો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કર્યો છે. ગુજરાત સરકારનાં બે પરિપત્રો દર્શાવી તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાતમાં GIDC ના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી હતી, જેનાથી સરકારની તિજોરીને રૂ. 12 અબજ 20 હજાર કરોડનું નુકસાન થયું છે. આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સુપ્રીમ કોર્ટના (SC) સિટિંગ જજ પાસે ન્યાયિક તપાસની માગ કરી છે. સાથે જ ઈડીનાં (ED) અધિકારીઓને મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવા માગ કરી છે.

ભાજપનાં મળતિયા અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યું!

કોંગ્રેસ પ્રમુખ (Gujarat Congres) શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) આરોપ લગાવતા કહ્યું કે, દહેજ (Dahej) અને સાયખા (Saikha) GIDC માં 2845 રૂપિયા પ્રતિ વારે 2 હજારથી 10 હજાર વારનાં પ્લોટ માટે અરજીઓ મંગાવી હતી. મોટી સંખ્યામાં અરજીઓ આવતાં સરકારે 27 જુલાઈ 2024 એ પરિપત્ર કરીને સાયખા અને દહેજ GIDC ને સેચ્યુરેટેડ જાહેર કરી હતી, જેનાથી જુની અરજી કરનારા ઉદ્યોગપતીઓને વધારે રૂપિયા આપી પ્લોટ ખરીદવાનો ડર લાગ્યો. આ સમયનો ભાજપનાં (BJP) મળતિયાઓ અને અધિકારીઓએ લાભ લઇ જરૂરિયાતવાળા ઉદ્યોગકારો સાથે વાટાઘાટો અને વહિવટ કરી ભ્રષ્ચાચાર આચર્યો હતો.

SC, ED, CBI, IT ને તપાસ કરવા માગ

તેમણે (Shaktisinh Gohil) કહ્યું કે, પ્રથમ તબક્કામાં 5 લાખ 25 હજાર ચોરસ મીટર જમીન આપવાની થાય, જેનાથી સરકારની તીજોરીને 3 અબજ 50 કરોડ અને બીજા તબક્કામાં 20 લાખ ચોરસ મીટર જમીનથી સરકારને 12 અબજ 20 કરોડનું નુકસાન થયું. આ કૌભાંડમાં શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસની માગ કરી છે. સાથે જ ઇડીના (ED) અધિકારીઓને GIDC ઓફિસ ખાતે મોકલી જવાબદાર સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવે તેમણે પણ માગ કરી છે. તેમણે કહ્યું કે, આ મામલે ED, CBI અને ઇન્કમટેક્સ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવે એવી માગ કરી હતી. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભ્રષ્ટાચાર (Corruption) એ હવે ભાજપની ઓળખ બની ગઈ છે. જાહેર સાહસોને ભાજપે ભ્રષ્ટાચારનું સાધન બનાવ્યું છે.

અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો – NEET Exam : ગેરરીતિ મુદ્દે ગુજરાતમાં પણ વાલીઓમાં ભારે રોષ, બેઠક યોજી લીધો મોટો નિર્ણય!

આ પણ વાંચો – Rajkot Gamezone fire : ઓરિજનલ નાશ કરી ખોટું રજિસ્ટર ઊભું કરવાનો આરોપ, ગેમઝોનના મેનેજર સામે પણ ગંભીર આક્ષેપ

આ પણ વાંચો – GST Raid : 18 રિસોર્ટ- 16 વોટર પાર્કમાંથી 64 કરોડનાં શંકાસ્પદ વ્યવહારો મળ્યાં, કિંમત 100 કરોડ પહોંચવાની વકી

Whatsapp share
facebook twitter