+

Father’s Day : ભરૂચમાં કિન્નર માસી બન્યા પાલક માતા-પિતા

ભરૂચમાં કિન્નર માસીએ દોઢ મહિનાના બાળકને દત્તક લીધેલ આજે 10 વર્ષનો બાળક મેળવી રહ્યો છે ઊંચું શિક્ષણ દત્તક લીધેલા બાળક માટે કિન્નર માસી પાલક માતા-પિતા તરીકે કરી રહ્યા છે બાળકનો…
  1. ભરૂચમાં કિન્નર માસીએ દોઢ મહિનાના બાળકને દત્તક લીધેલ આજે 10 વર્ષનો બાળક મેળવી રહ્યો છે ઊંચું શિક્ષણ
  2. દત્તક લીધેલા બાળક માટે કિન્નર માસી પાલક માતા-પિતા તરીકે કરી રહ્યા છે બાળકનો ઉછેર
  3. દત્તક લીધેલા બાળક ધોરણ 5માં 85% લાવતા કિન્નર સમાજમાં ખુશી
  4. દતક બાળક માટે કિન્નર માસી જ માતા – પિતા બન્યા

BHARUCH : કહેવાય છે ને કે જેના ઘરમાં બાળક એટલે કે સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેને સંતાન ન હોવું અંગેનું કેટલું દુઃખ હોય અને જેને સંતાન હોય તે નથી કરતા બરાબર પૂછે પરંતુ કિન્નર સમાજમાં કિન્નર માસીએ એક દોડ માસના બાળકને દત્તક લઈ પાલક માતા પિતા તરીકે ઉછેર કરી રહ્યા છે અને આજે આ બાળક ભરૂચની ખાનગી શાળામાં શાળામાં સારું શિક્ષણ મેળવી સારા પર્સન્ટ મેળવી કિન્નર માસીને જ પોતાના માતા પિતા માની રહ્યો છે.

દોઢ વર્ષનો બાળક 10 વર્ષનો થયો

માતા-પિતા બાળકને માત્ર જન્મ આપે છે પરંતુ તેનો ઉછેર અને તેને શિક્ષિત બનાવવામાં જે માતા-પિતા બલિદાન આપે તે જ સાચા માતા-પિતા કહેવાય આવો જે કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે જેમાં 10 વર્ષ અગાઉ એક દોઢ માસનું બાળક કિન્નર સમાજના દીપા માસી અને કુંવરબા કોકીલાબા કુવર માસીએ ઉછેર માટે સાહસ ઉપાડ્યું હતું અને આજે દત્તક લીધેલા દોઢ વર્ષનો બાળક 10 વર્ષનો થયો અને બાળકના ઉછેર માટે આજે પણ કિન્નર સમાજ ની માસીઓ માં આનંદ છે અને દરેક માતા-પિતા પોતાના બાળકો ઉછેર કરી સારું શિક્ષણ અપાવે તેવી આશાઓ વ્યક્ત કરે છે અને ફાધર્સ ડે ની તમામ ભરૂચવાસીઓને પણ શુભકામનાઓ પાઠવી છે.

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો — BHARUCH : પત્નીને ડરાવવા નકલી સસ્પેન્શન લેટર બનાવનાર કોન્સ્ટેબલ જેલભેગો

Whatsapp share
facebook twitter